________________
४७२
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
વર્લ્ડની રચનાથી રીતિ સંદર્ભને સુકુમાર કે પ્રૌઢ બનાવે છે. વૃત્તિના સંબંધ સાક્ષાત્ રસની સાથે છે. રીતિ શખ્વાશ્રિત છે નેવૃત્તિ રસાશ્રિત છે. માધુર્યાદિ ગુણા રસના ધર્મ છે, તેથી રીતિ પણ રસને ઉપકારક થાય છે, પણ તે પરંપરાસંબંધથી થાય છે, સાક્ષાત્ નહિ. રીતિ અને વૃત્તિ બંનેને ભાષા સાથે સંબંધ છે. આપણામાં કહેવત છે કે બાર ગાઉએ ખાલી બદલાય; તેમ મૂળ દેશપરત્વે રીતિના વૈદર્ભી, ગૌડી, ને પાંચાલી એવા વિભાગ થયા છે. પછી એ રીતિનાં લક્ષણુ જે ભાષાશૈલીમાં હૈાય તે ભાષાશૈલી પણ વિદર્ભ, ગૌડ, કે પાંચાલ દેશની ન હેાય તાપણું વૈદર્ભી, ગૌડી, તે પાંચાલી કહેવાય છે. કેટલાકને સરળ, કેટલાકને આડંબરી, ને કેટલાકને બંનેનું જેમાં મિશ્રણ હાય તેવી સરળ તેમજ પ્રૌઢ ભાષા પ્રિય છે. ઠંડી તેમજ વિદ્યાધર વૈદર્ભી રીતિનાં વખાણુ કરે છે ને વિદ્યાધર તા કહે છે કે એકલી એજ રીતિ ઉત્તમ છે. વૃત્તિ શબ્દના પ્રયાગ બહુધા નાટકાને લગતા છે. વૃત્તિના મૂળ અર્થ અંગહાર, અંગચેષ્ટા, શરીરનું જુદી જુદી રીતે વાળવું એ છે. પાછળથી તેનેા અર્થ એવી ચેષ્ટા સાથે જુદા જુદા પ્રકારની વાણીની રચના થયા. અંગરચનામાંથી અંગરચનાયુક્ત વાણીની રચના એવા અર્થે ક્રમે થયા. ભરતમુનિ આવી ચાર નાટકરચના ગણાવે છેઃભારતી, સાત્વતી, કેશિકી, અને આલટી. શૃંગારમાં કૈશિકી, વીરમાં સાર્વતી, રૌદ્ર અને ખીલત્યમાં આરટી, અને સર્વે રસમાં ભારતી વૃત્તિ આવે છે. જેમાં અત્યન્ત કામળ સંદર્ભથી શૃંગાર અને કરુણુ રસનું વર્ણન હેાય તે કેશિકી વૃત્તિ કહેવાય છે. જેમાં રૌદ્ર અને બીભત્સ રસનું પ્રતિપાદન અતિપ્રૌઢ સંદર્ભથી કર્યું હાય તે આરભટી વૃત્તિ કહેવાય છે. જેમાં અતિસુકુમાર નહિ એવા હાસ્ય, શાન્ત, ને અદ્ભુત રસે અતિસુકુમાર નહિ એવા સંદર્ભે વડે ગુંથાયા હૈાય તે ભારતી વૃત્તિ છે; અને જેમાં અતિપ્રૌઢ નહિ એવા વીર અને ભયાનક રસ અતિપ્રૌઢ નહિ એવા સંદર્ભમાં ઉપજાવ્યા હાય તે સાત્વતી વ્રુત્તિ છે એમ વિદ્યાનાથ વર્ણવે છે.
તાત્પર્ય—તાત્પર્ય એ છે કે શબ્દ ને અર્થ એવા જોઈએ કે તેથી રસના ખરાખર જમાવ થાય, જ્યાં મધુર જોઈએ ત્યાં મધુર,