________________
પ્રબન્ધઃ પ્રકારનું કાવ્યવિચાર
૪૭૫ પ્રતિ રતિ, બહુ નાયક વિષેની રતિ, અ ન્યનિષ્ટ નહિ, પણ એકનિક રતિ, તેમજ પ્રતિનાયકનિક કે અધમપાત્રગત કે પશુગત રતિને શૃંગારમાં અનુચિત માની છે; માટે એવે સ્થળે રસ નથી; રસાભાસ છે. ગુરુ આદિ પ્રતિ કાપ એ એ પ્રમાણે રૌદ્ર રસમાં અનુચિત છે; અધમપાત્રનિષ્ટ શમને શાન્ત રસમાં અનુચિત માન્ય છે. ગુરુ આદિને હસી કાઢવાથી હાસ્યરસનો આભાસ થાય છે. બ્રહ્મવધ આદિ માટે ઉત્સાહ કે અધમપાત્રગત ઉત્સાહને વીરરસમાં રસાભાસ માન્યો છે. તેમજ ઉત્તમ પાત્રમાં ભય એ ભયાનકમાં રસાભાસ થાય છે. એ પ્રમાણે અન્યત્ર સમજવું.
રસનું અનૌચિત્ય એજ તેના ભંગનું કારણ છે અને ઔચિત્ય એજ પરમ ઉત્કર્ષ છે.
અલંકારઃ પ્રકાર––ઉપર ગુણ અને અલંકારને ભેદ દર્શાવ્યું છે તેમજ અલંકારનું સ્વરૂપ પ્રતિપાદન કર્યું છે. જેમ હારાદિ શરીરના અલંકાર શરીરને શોભાવી તેની મારફત આત્માને આનંદ પમાડે છે, તેમ કાવ્યમાં અલંકાર શબ્દને ને અર્થને ઉત્કૃષ્ટ બનાવી રસને પિષે છે. અલંકાર શબ્દમાં ને અર્થમાં હોય છે. શબ્દના અલંકારને શબ્દાલંકાર અને અર્થના અલંકારને અર્થાલંકાર કહે છે. અનુપ્રાસ, યમક, વગેરે શબ્દાલંકાર છે; ઉપમા, રૂપક, આદિ અર્થાલંકાર છે. એ અલંકારને પરસ્પર સંબંધ થાય તે પણ તેલમાં ચોખાના દાણા જુદા રહે છે તેમ એક એકથી પૃથક્ રહે તો તે સંગ સંસૃષ્ટિ કહેવાય છે અને દૂધ ને પાછું એકઠાં કરવાથી જેમ એકરૂપ થાય છે તેમ એ અલંકારોને સમવાય હેય તે તે સંકર કહેવાય છે. સંસૃષ્ટિ ને સંકર એ બને મિશ્રાલંકાર છે.
કાવ્યના પ્રકાર--જે કાવ્યમાં વાચ્ય અર્થ કરતાં વ્યંગ્ય અર્થ વધારે ચમત્કારી હોય તે ઉત્તમ કાવ્ય કે દેવનિ કહેવાય છે અને જેમાં વ્યંગ્ય અર્થ હેય નહિ કે હાય તે અસ્ફટ હેય તે ચિત્ર