________________
૨૫
ગુજરાતી ભાષાનો ઇતિહાસ અવાચીન તવ -- વરસ, મુરખ, કરમ, ધરમ, કારજ, ખાતરી, કિરપા
ઉપર કહેલી સાત દેશી ભાષામાં તત્સમ ને તદ્રવ શબ્દ ઉપરાંત કેટલાક શબ્દ એવા છે કે તે સંસ્કૃત નથી તેમજ સંસ્કૃતમાંથી આવેલા પણ નથી. તે દેશની મૂળ ભાષા-અનાર્ય ભાષામાંથી આવેલા છે, માટે તેરા કે રાગ કહેવાય છે.
દેશ્ય--રડું, બાચકે, ઝાંખરું, છી, ઢીંગલી, ખાબડું, બેળિયું, ટીપું, ઝાડ, ચણોઠી, કડી, તમેણુ, ગડેરી, બપૈયા, ભૂંડ, મુશ્કે, બાબરી, બેકડે, બરૂ, ધૂમસ, એસ, એસીકું, એરસીઓ, હેઢણી, કડછી, કડીઓ, ખડકી, છાસ, ડુંગર, ડાળું, પેટ, હાડ. આ શબ્દમાંના ઘણખરા હેમચન્ટે દેશી નામમાલામાં દેશ્ય તરીકે આપેલા છે. આમાંના કેટલાક તદ્ભવ જણાય છે. “ઓશીકું વર્ષ (ઉસીસું) પરથી, અને એસ અવસાય પરથી આવી શકે. “ધૂમ-ધૂમિ પરથી હેય. ત્રિવિકમ “મામા ને “મામીને પણ દેશ્ય શબ્દ તરીકે આપે છે. - પ્રાકત ને અપભ્રંશ-સામાન્ય લેકમાં જે આર્ય ભાષા વપરાતી હતી તે પ્રાકૃત ભાષા કહેવાઈ. પ્રકૃતિ એટલે મૂળ ભાષા, સંસ્કૃત ભાષા, તેમાંથી આવેલી હોવાથી એ ભાષા પ્રાકૃત કહેવાય છે. પ્રાકૃત” શબ્દનો અર્થ સાધારણ થાય છે, જેમકે “પ્રાકૃત પુરુષે – સાધારણ પુરુ; સંસ્કારી નહિ એવા. પ્રાકૃત ભાષાના દેશપરત્વે વિભાગ પડ્યા છે. જુદા જુદા પ્રાકૃત વૈયાકરણે એ વિભાગોની સંખ્યા જુદી જુદી આપે છે. પરંતુ, હેમચન્દ્ર, શેષકૃષ્ણ, ત્રિવિક્રમ, લક્ષ્મીધર, વગેરે છ ભાગ આપે છે. લક્ષમીધરે એ છ ભાષાના પિતાના વ્યાકરણને પમાનિ નામ આપ્યું છે. ઘરમાઘમકારા, ઘમાસુવત્તા,
ક્ષ્મષાપમાઢિા, એવાં બીજાં પ્રાકૃત વ્યાકરણનાં નામ પણ છે ભાષા પરથી પડ્યાં છે. એ છ ભાષાનાં નામ નીચે પ્રમાણે છે –