________________
૨૪ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પ્રમાણુ-તત્સમ શબ્દનું પ્રમાણ બંગાળી, ઉત્કલી, ને મરાઠી ભાષામાં વધારે, હિંદી ને ગુજરાતીમાં તેથી ઓછું, અને પંજાબી ને સિંધીમાં સહુથી ઓછું છે. ઈતિહાસ તરફ નજર કરીશું તે આનું કારણ સમજાશે. સિંધ અને પંજાબમાં મુસલમાનોની સત્તા બીજા દેશ કરતાં વહેલી થઈ, તેમજ એમાં મુસલમાની ધર્મ પણ વહેલે. દાખલ થયા. એ બંને પ્રાન્તમાં બ્રાહ્મણની સંખ્યા ઓછી છે. પ્રાકૃત ભાષા બંને દેશમાં, મુખ્યત્વે સિંધમાં, ઘણું અપભ્રષ્ટ થઈ છે. જમીન બેરાન હોવાથી આર્યોએ એ પ્રદેશ આભીર, ગુજ્જર, ને જટ ટેળીઓ માટે રહેવા દીધો ને પિતે પૂર્વ તરફ ચાલ્યા.
તભવ શબ્દ-ઉપર કહેલી સાતે દેશી ભાષા, જેની માતૃભાષા સંસ્કૃત છે, તેમાં ઘણું શબ્દ સંસ્કૃતમાંથી ફેરફાર થઈને આવ્યા છે. આ શબ્દ તદ્રવ કહેવાય છે. તદ્ એટલે તે, પ્રકૃતિ, સંસ્કૃત; તેમાંથી ઉત્પન્ન થયેલા, માટે તદ્દભવ. તદ્દભવ શબ્દના બે પ્રકાર છે. એકમાં સંસ્કૃતમાંથી પ્રાકૃત દ્વારા દેશી ભાષાઓમાં આવેલા શબ્દને સમાવેશ થાય છે. એ શબ્દમાં પ્રાકૃતના નિયમને અનુસારે વિકાર થયેલા હોય છે. એ પ્રવન તદ્રવ કહેવાય છે. બીજા પ્રકારમાં સંસ્કૃતમાંથી ફેરફાર થઈ લાગલાજ દેશી ભાષાઓમાં દાખલ થયેલા શબ્દ આવે છે. બદ્ધોએ પિતાના ધર્મસિદ્ધાન્ત પ્રાકૃતમાં ફેલાવ્યા હતા. આથી ઈ. સ.ના નવમાદસમા સૈકામાં બ્રાહ્મણ ધર્મનું પુનઃ સ્થાપન થયા પછી બ્રાહ્મણએ દેશી ભાષામાં ઘણા સંસ્કૃત શબ્દ દાખલ કર્યા. આ શબ્દ સામાન્ય લેકેએ ઉચ્ચાર કરતાં ભ્રષ્ટ કર્યા. એવા શબ્દ અર્વાચીન તવ કહેવાય છે.
પ્રાચીન તદ્ભવ–
-પ-પાકું મતમાધવ –માથું મ–મ–ભાત; શુક્રસુ–સૂકું વૃદ્ધ-f –ગીધ,દુધકુંદ્રદૂધ; પિતૃગૃ-પિતૃઘર-પ૩૬ -પીહર; મટ-૩૮–મેલ (ફાલ), મોર, મર; સૂર-સૂર્ર–સોય.