________________
ગુજરાતી ભાષાને ઇતિહાસ
૨૩ ગુજરાતીઓની મેટી સંખ્યા માલમ પડે છે. મદ્રાસમાં રેશમ વણનારા ઘણું ગુજરાતીઓ લાંબો વખત થયાં વસ્યા છે. પંજાબ, સંયુક્ત પ્રાન્ત, બંગાળા, વરાડ, અજમેર–મેરવાડા, મધ્યદેશ, રજપુત સંસ્થાન, હિંદરાબાદ, મહૈસુર, ને કાશ્મીરનાં રાજ્યો, કટા, બ્રહ્મદેશ, કુર્ગ, અંડામાન, વગેરે પ્રદેશમાં ગુજરાતીઓ વસેલા છે. સ્વદેશમાં ગુજરાતી ભાષા બેલનારાઓની સંખ્યા લગભગ એક કરોડ અને ગુજરાત બહાર હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં ગુજરાતી ભાષા બેલનારાઓની સંખ્યા લગભગ પંદર લાખ છે.
સંસ્કૃત–વાયવ્ય કેણથી હિંદમાં આવીને વસેલી આર્ય પ્રજાની મૂળ ભાષા સંસ્કૃત હતી. ઉચ્ચારની ખામીથી, અનાર્ય પ્રજાના સમાગમથી, અને એવાં બીજાં કારણેથી સંસ્કૃત ભાષા બગડતી ગઈ અને તેમાંથી પ્રાકૃત ભાષા ઉત્પન્ન થઈ. જે પ્રાકૃત સંસ્કૃતને બહુ મળતી છે તે પાલી. પાલી ભાષા સિઆમ, સિલેન, ને બ્રહ્મદેશની પવિત્ર ભાષા હતી. પાલીથી વિશેષ ભ્રષ્ટ થયેલી ભાષા તે પ્રાકૃત અને પ્રાકૃતથી વિશેષ ભ્રષ્ટ થયેલી તે અપભ્રંશ. અપભ્રંશ એ પ્રાકૃત અને દેશી ભાષાઓના વચલા સ્થાનમાં છે. જૂની હિંદી, વ્રજ ભાષા, અને ગુજરાતી એ અપભ્રંશને ઘણી મળતી છે.
આર્ય દેશી ભાષાઓની માતૃભાષા-સંસ્કૃત ભાષા હિંદી, પંજાબી, સિંધી, ગુજરાતી, મરાઠી, ઉત્કલી કે ઉર્ય, અને બંગાળી, એ સાત દેશી ભાષાની માતૃભાષા છે. એ ભાષામાં વપરાતા મુખ્ય શબ્દ તથા પ્રત્યય ને રચના સંસ્કૃત ભાષામાંથી આવ્યાં છે. કેટલાક શબ્દ મૂળ સંસ્કૃત ભાષામાં વપરાય છે તે જ સ્વરૂપમાં દેશી ભાષાઓમાં દાખલ થયા છે. એ તત્તમ શબ્દ કહેવાય છે. તત્ એટલે પ્રકૃતિ, મૂળ, અર્થાત સંસ્કૃત ભાષા. તેમાં જેવા છે તેવાજ છે, માટે એ તત્સમ શબ્દ કહેવાય છે.
તત્સમ શબ્દ-દર્શન, શ્રવણ, દષ્ટિ, શ્રુતિ, ભાવ, વ્યય, મનુષ્ય, પુરુષ, સ્ત્રી, વગેરે