________________
૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ પ્રસિદ્ધ છે ત્યાંસુધી ગુજરાતી ભાષા પ્રચલિત છે. આ ડુંગરમાં ભીલ લેકની વસ્તી છે. એ ડુંગરેની પેલી તરફ પૂર્વ અને દક્ષિણમાં રજપુતાનાને મુલક આવેલો છે ત્યાંની પ્રાન્તિક બેલીઓ જયપુરી અને માળવી છે. એ બને ભાષાઓને ગુજરાતી ભાષા સાથે ઘણે ગાઢે સંબંધ છે. મારવાડી ભાષાને ગુજરાતી સાથે ઘણો સંબંધ છે. ડૉકટર ટેસિટેરિ કહે છે કે અર્વાચીન ગુજરાતી ભાષા જ્યાં બેલાય છે તે બધા પ્રદેશમાં અને અર્વાચીન મારવાડી જ્યાં બોલાય છે તેના ઘણખરા ભાગમાં કંઈ નહિ તે પંદરમા સૈકા સુધી તે એકજ ભાષા બોલાતી હતી અને તે ભાષા “મુગ્ધાવધર્મી ઓક્તિની ભાષા હતી, અર્થાત્ , જેને આપણે જૂની ગુજરાતી ભાષા કહીએ છીએ તે હતી. આ પ્રમાણે તે સમયે મારવાડી ગુજરાતીથી જુદી ન હતી અને મારવાડી તેમજ ગુજરાતી બન્નેનું પ્રાચીન સ્વરૂપ એક હેવાથી ડૉ. ટેસિટેરિએ એ જૂની ભાષાને “પ્રાચીન પ્રશ્ચિમ રાજસ્થાની” એવું નામ આપ્યું છે. ભીલ ભાષા એક તરફ ગુજરાતી અને બીજી તરફ જયપુરી અને માળવી એ બેની વચ્ચેની સ્થિતિમાં છે.
ગુજરાતમાં ભિન્ન ભિન્ન પ્રજાઓ-ગુજરાતમાં દરિયામાર્ગે તેમજ જમીનમાર્ગ નીચેની પ્રજાઓ આવીને વસી છે –
- ઈ. સ.ની પૂર્વે–ચાદવ, ગ્રીક, ઍકિટ્રઅન, પાર્થિઅન, સિથિઅન, હૂણ, મૌર્ય, અને અર્ધ સિથિઅન ક્ષત્રપ; - ઈ. સ.ની પછી-ગુપ્ત, ગુજજર, જાડેજા, કાઠી, અફગાન, તુર્ક, મુગલ, પારસી, આરબ, અને બીજાં મુસલમાનનાં ટેટેળાં, મરાઠા, પોર્ટુગીઝ, ડચ, ફેંચ, અંગ્રેજ, અને આમનિઅન.
સાહસિક પ્રજા-ગુજરાતી લેક ઘણું સાહસિક છે અને વેપાર કરવામાં કુશળ છે. હિંદુસ્તાનના દરેક પ્રાન્ત અને રાજ્યમાં તેઓ વેપારને અર્થે વસેલા છે ને ત્યાં ગુજરાતી ભાષા બેલે છે. હિંદુસ્તાનની બહાર આફ્રિકામાં, બ્રહ્મદેશ વગેરે દેશોમાં પણ