________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દાખલાઃ–(અ) ગામમાં; કરશે; લખવાના; (આ) છાપરા પર; શિષ્યની સાથે; ઉપદેશ પ્રમાણે; શિક્ષણને માટે
૪૪૪
(૨) સમાસના અવયવ છૂટા પાડવા નહિ. સંસ્કૃતને આધારે ગુજરાતીમાં સમાસ દાખલ થયા છે અને સંસ્કૃતમાં સમસ્ત પદ ભેગાંજ લખાય છે; કેમકે સમસ્ત પદ એક ગણાય છે ને તેનેજ પ્રત્યય આવે છે ને તેજ વાક્યનાં અન્ય પદ સાથે અન્વય પામે છે. સમસ્ત પદ છૂટાં પાડવાથી વિવક્ષિત અર્થના ફેરફાર થાય કે તે સમજતાં વિલંબ થાય.
દાખલા:–ગાજવીજ; ધણીધણીઆણી; યથાશક્તિ; નીલકંઠ; ચામારું; ઘનશ્યામ; અતિસુંદર; અત્યુદાર કે અતિ–ઉદાર, વગેરે. (૩) જે શખ્સ છૂટા લખવાથી અર્થને હાનિ થાય નહિ તે છૂટાજ લખવા.
દાખલા:–કરૂં છું; લખી રહ્યો; માલમ પડશે; રહ્યું છે. (૪) નિશ્ચયવાચક ‘જ’ ને ‘એ’–આ શબ્દ જેની સાથે જોડાયલા હાય તેની સાથેજ લખવા. ‘જ શબ્દને છૂટા લખવાથી અર્થની હાનિ ત થતી નથી; પરંતુ અર્થપ્રતીતિમાં વિલંબ થાય છે અને એની શક્તિ શિથિલ થઈ જતી જણાય છે. નિશ્ચયના અર્થ એકદમ મનમાં આવતા નથી. અર્થપ્રતીતિના વિલંબ કે વિવક્ષિત નિશ્ચયના અર્થમાં શિથિલતા એ દોષ છે; માટે ‘જ’ને છૂટો પાડવા નહિ, મરાઠીમાં એ અર્થના ‘’ શબ્દ જેની સાથે જોડાયલા હાય છે તેની સાથેજ લખવાના પ્રચાર છે.
‘પણ’ના અર્થના ‘એ’પણ 'જ'ની પેઠે જેની સાથે જોડાયલા હાય તેની સાથેજ લખવા. છૂટો લખવાથી અર્થમાં ફેરફાર થવાના સંભવ છે. ‘તેણેએ વાત સાંભળી નહિ' ને ‘તેણે એ વાત સાંભળી નહિ ’ના ભિન્ન અર્થ સ્પષ્ટ છે.