________________
શબ્દ છૂટા પાડવા જોડણી
૪૫ (૫) સુધી, લગી, લગણ–આ નામગીમાં દ્વિતીયાને અર્થ છે, તેથી સમ્યર્થક અવ્યય સાથે એ જોડાયેલા હોય ત્યારે એને તે અવ્યયની સાથે લખવા યુક્ત છે. એકઠા લખવાથી સમસ્યર્થક અવ્યયે-જ્યાં, ત્યાં, પરે અને સમસ્યર્થક વિશેષણ-જેટલે, એટલે, તેટલેસમસ્યર્થ છોડી દે છે ને પ્રાતિપદિકર્થ ગ્રહણ કરે છે. છૂટા લખવાથી સમ્યર્થ અને દ્વિતીયાર્થની છૂટી પ્રતીતિ થાય છે ને તે બે અર્થ વચ્ચે યોગ્યતા ઘટતી નથી. ત્યાર સુધી”, “અત્યાર સુધીમાં ‘ત્યાર’ને અત્યારે પ્રકૃતિરૂપ છે, સમ્યર્થક નથી, તેથી છૂટા લખવામાં અર્થની અગ્યતા નથી, માટે તેને છૂટા લખવા.
દાખલા-જ્યાંસુધી ત્યાંસુધી; જેટલેસુધી એટલે સુધી; પસુધી ત્યાં લગી; ત્યાં લગણ.
અત્યાર સુધી અત્યાર પછી, ત્યાર બાદ ત્યાર પહેલાં. . (૬) તેપણ, અગરજે, ઘણુંખરૂં, જેકે, કેમકે, કિંતુ, પરંતુ આ શબ્દના અવયવ છૂટી પાડવા નહિ; કેમકે અવયના છૂટા અર્થ થાય છે તે ભેગા કરવાથી આખા શબ્દના અર્થની પ્રતીતિ થતી નથી.
“કારણ કે –આ શબ્દ છૂટા લખવા. “કારણ (એ છે) કે એમ અર્થની પ્રતીતિ સ્પષ્ટ છે. કેમકે માં અવયની વચ્ચે સંબંધ ઘટાવવા ઘણા શબ્દને અધ્યાહાર લેવું પડે, માટે એ શબ્દના અવયવ છૂટા પાડવા નહિ,
જોડણીના નિયમઃ ઉચ્ચારને આધારે કે વ્યુત્પત્તિને આધારે?—જોડણીના નિયમ નક્કી કરતાં પહેલાં તે ઉચ્ચારને કે વ્યુત્પત્તિને અવલંબીને કરવા તે નક્કી કરવું જોઈએ. જે ભાષામાં જેમ બેલીએ તેમ લખી શકીએ તે ભાષા ઉત્તમ છે એ નિર્વિવાદ છે. સંસ્કૃત ભાષામાં એ પ્રમાણે છે. અંગ્રેજી ભાષામાં ઉચ્ચાર પ્રમાણે લખાણ નથી. પરંતુ તેમાં અમુક જોડણું નક્કી થઈ કેશ રચાયા છે તે સર્વ લેખકે અનુસરે છે. સંસ્કૃત ભાષામાં છે