________________
ભાષાશુદ્ધિ તત્સમ શબ્દના સામાન્ય દોષ જર૫ ભવ હોય ત્યાં તેવા રસને દિપાવે એવી, પણ સર્વત્ર સરળ રચનાવાળી, સ્વાભાવિક, અસંદિગ્ધ, શુદ્ધ, અને પ્રયત્ન વિના કે કવચિત અલ્પજ પ્રયત્ન સમજાય એવી હોય તે ઉત્તમ શૈલી સમજવી.
પ્રકરણ ૩૭મું ભાષાશુદ્ધિઃ તત્સમ શબ્દના સામાન્ય દેષ તત્સમ શબ્દની જોડણી–ગયા પ્રકરણમાં ભાષાશૈલી વિષે વિચાર કર્યો તેમાં ભાષા શુદ્ધ અને સંસ્કારી કે શિષ્ટ હેવી જોઈએ એમ દર્શાવ્યું છે. ભાષા શુદ્ધ હવા માટે તેમાં પ્રજાયેલો દરેક શબ્દ શુદ્ધ લખાવે જોઈએ. તત્સમ શબ્દ મૂળ ભાષામાં જેમ લખાતા હોય તેમ લખાય ત્યારેજ શુદ્ધ લખાયા કહેવાય. એ વિષે સર્વ વિદ્વાને સંમત છે. ગુજરાતીની માતૃભાષા સંસ્કૃત છે, તેથી તત્સમ સંસ્કૃત શબ્દ જેમ સંસ્કૃતમાં લખાતા હેય તેમજ ગુજરાતીમાં લખાવા જોઈએ. તેમ ન થાય તે સહૃદય વાચકને ઉઢેજક થાય છે અને એવું લખાણ દુષ્ટ કહેવાય છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તે તેમાંના તત્સમ શબ્દ છેડા--જે જાણીતા હોય તેજ--વાપરવા; પરંતુ વાપરવાની ઈચ્છા હોય તે તેની જોડણી કેશમાં ઈશુદ્ધ કરવા તરફ લક્ષ રાખવું. વળી સંસ્કૃત ભાષા મૃત ભાષા છે, તેમાં મરજીમાં આવે તેમ નવીન શબ્દ ઘડાતા નથી એ પર ખાસ ધ્યાન આપવું. આ બાબત લક્ષમાં ન રાખવાથી ઘણા લેખકે પુસ્તકમાં તત્સમ શબ્દોની જોડણીમાં તરેહવાર ભૂલ કરે છે. એવી ભૂલે પુસ્તકમાં જોવામાં આવેલી તેને માટે સંગ્રહ મારી પાસે છે, તેને ઉપયોગ કરી નીચે યાદી આપી છે, તે પરથી શુદ્ધ શબ્દ કેવી રીતે અશુદ્ધ લખાય છે તે સમજાશે. તત્સમ ફારસીઅરબી શબ્દ પણ બને ત્યાંસુધી મૂળને અનુસરતી જોડણીમાં લખવા જોઈએ. ફારસી ને અરબી