________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
૯. સાદી, સંક્ષિપ્ત, અને ચાસ શૈલી કેળવવા ખાસ લક્ષ આપવું. એક શબ્દથી કામ સરતું હાય તા નકામા અનેક શબ્દ વાપરવા નહિ. નકામાં વિશેષણ અને અવ્યય કે અન્ય પદ વાપરી ટાહેલું કરવાથી ભાષા શાભતી નથી એ ભૂલવું નહિ. લખવામાં ચાકસાઈની ઘણી જરૂર છે, તે પર પણ પૂરતું લક્ષ આપવું.
૧૦. વિદેશીય શૈલીનું અનુકરણ—હાલ ઘણા લેખકો અંગ્રેજી ભાષાની કેળવણી પામેલા હૈાવાથી ગુજરાતી ભાષામાં તે ભાષાની રચના આણે છે; પણ તે બધી રચના ગુજરાતી ભાષાને બંધબેસતી થતી નથી. એવી વિદેશીય રચનાથી ભાષા દુષ્ટ થાય છે અને જેમને અંગ્રેજી ભાષાનું જ્ઞાન નથી તેમને તે તે ઘણી કઢંગી અને કઠાર લાગે છે. એક ભાષાની મધી રચના અન્ય ભાષાને સુશ્લિષ્ટ થતી નથી. દાખલા તરીકે, સાપેક્ષ સર્વનામને પ્રયાગ, કાઈના આલેલા શબ્દોને દર્શાવવાની આડકતરી ભાષારચના, પ્રધાન ને ગાણુ વાકયમાં કાળાનું સાદશ્ય--આ અને એવી બીજી રચના જેવી અંગ્રેજી ભાષામાં હાય છે તેવી ગુજરાતી ભાષામાં નથી; પરંતુ ઘણા લેખક અંગ્રેજી ભાષાની રચના ગુજરાતી ભાષામાં ઉતારે છે, તેથી ભાષા ઘણીજ કઠોર અને ઉદ્બેજક થાય છે. આવી વિદેશીય રચનાથી ભાષાને અશુદ્ધ અને કર્ણકઠોર અનાવવી નહિ.
૪૨૪
ઉપસંહાર-શૈલી વિષે લક્ષમાં રાખવા લાયક બધી આમતો ટૂંકામાં નીચે દર્શાવી છે:--
જે શૈલીનું સ્વરૂપ વિષય અને અધિકારીને ઉદ્દેશીને બદલાય, પ્રાઢ ઘટે ત્યાં પ્રાઢ, મુગ્ધ ઘટે ત્યાં મુગ્ધ, તેજસ્વી જોઈએ ત્યાં તેજસ્વી, ને નમ્ર જોઈ એ ત્યાં નમ્ર, એમ જ્યાં જેવા રસના આવિ