________________
વાક્યપૃથકકરણઃ પ્રધાન અને ગૌણ વાક્ય ૪૭૭ અર્ધવિરામ ચિહ્ન છે ત્યાં પૂર્ણવિરામ ચિહ્ન મૂકી શકાય. આવે સ્થળે વાક્યને નિરપેક્ષજ સમજવાં.
ઉપર દર્શાવેલા ચાર સંબંધથી જોડાયેલાં સંયુક્ત રાજ્યના દાખલા નીચે આપ્યા છે.
૧. ઘણું પુરુષે એક વાર એક નિશ્ચય કરે છે અને તરત જ તે નિશ્ચય બદલી નાખે છે. (બે નિરપેક્ષ વાક્ય “અનેથી સમુશ્ચિત થયાં છે.)
૨. તમારે જાતે વિચાર કરી કામ કરવું, અથવા તે કરેલ અને અનુભવી પુરુષના કહ્યા પ્રમાણે ચાલવું. (બે નિરપેક્ષ વાક્ય છે. ‘અથવા” વિકઃપવાચક છે.)
૩. તે ઉદ્યોગ તે કરે છે પણ ફળ ન મળવાથી નિરાશ થાય છે. બે નિરપેક્ષ વાક્ય. “પણ” એ બે વચ્ચે વિરોધ દર્શાવે છે.)
૪. બાળકના કાન અશિષ્ટ વાણીથી અપવિત્ર થવા દેવા નહિ કેમકે બાળપણના સંસ્કાર જીવનપર્યન્ત કાયમ રહે છે. (બે નિરપેક્ષ વાક્ય વચ્ચે કાર્યકારણભાવને સંબંધ છે, બીજું વાક્ય કારણવાચક છે.)
૫. વ્યસન ન કરવાથી આપણું આરોગ્ય સચવાય છે, એટલા માટે વ્યસનથી દૂર રહેવું જોઈએ. (કાર્યકારણભાવના સંબંધથી બે નિરપેક્ષ વાક્ય જેડાયાં છે. બીજું વાક્ય કાર્યવાચક છે.)
૬. જેઓ વિનાશકાળે પણ ચળતા નથી તેઓ મહાત્મા કહેવાવાને ચગ્ય છે અને એવા પુરુષ થડાજ જોવામાં આવે છે. (“અને થી બે વાક્ય સમુચ્ચિત થયાં છે, તેમાંનું પહેલું પ્રધાન અને ગૌણ વાક્યનું બનેલું હોવાથી મિશ્ર વાક્ય છે અને બીજું નિરપેક્ષ છે. સમગ્ર વાક્ય સંયુક્ત છે.)