________________
४०१ | ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દાખલા:
૧. દુકાળમાં કદાચ પૈસે કાઢવાની જરૂર પડે અને તેમ કરવાનું મન થઈ જાય, માટે એણે હાથમાં પાણી લઈ સંકલ્પ મૂક્યો કે મરતાં સુધી આમાંથી પાઈ કાઢવી નહિ.
આમાં “દુકાળમાં....પડે અને તેમ કરવાનું મન થઈ જાય આ વાક્ય નિરપેક્ષ નથી, માટે શું?_એવી અપેક્ષા રહે છે જ. આ કારણથી આ સમગ્ર વાક્ય મિશ્ર વાક્ય છે. (જુઓ લઘુવ્યાકરણ, પૃષ્ઠ ૬૨).
૨. વળી પર્વતની ઘણું હાર છે અને તેથી તેમાં નાનાં મેદાન ને ખીણ થયાં છે; તેથી જુદા જુદા પ્રાન્તનાં રાજ્ય એક એકથી નિરાળાં અને સ્વતન્ચ થયાં
આમાં ‘વળી પર્વતની ઘણી હાર છે અને તેથી તેમાં નાનાં મેદાન ને ખીણ થયાં છે એ નિરપેક્ષ વાક્ય જેવાં દેખાય છે, માટે તેવાંજ લેવાં; એટલે સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય છે.
૩. હાલ આળસનું આપણા દેશ પર સામ્રાજ્ય છે, એટલે વહેલા ઊઠવાના લાભ થડાજ સમજે છે
આમાં હાલ આળસનું..... છે એ નિરપેક્ષ વાક્ય છે. “એટલેને અર્થ “તેટલા માટે થાય છે.
૪. હાલ શારીરિક શિક્ષા માત્ર વડે શિક્ષકજ કરે છે ને તે પણ કવચિતજ, માત્ર અનીતિનાં આચરણ માટે કે ન છૂટકેજ કરવામાં આવે છે તેમ છતાં અગાઉ કરતાં વિશેષ દેષ જોવામાં આવતા નથી, માટે જેમ બને તેમ શિક્ષાને એ ઉપયોગ કરવા તરફ શિક્ષકની દૃષ્ટિ હમેશ રહેવી જોઈએ.
ઉપલા વાક્યમાં તેમ છતાં તે માટે જેમ બને તેમની પહેલાં