________________
વાક્યપૃથક્કરણ: પ્રધાન અને ગાણુ વાક્ય ૪૦૫
એવા એક પણ દિવસ ગયા નથી કે તેમાં મેં કંઈ પણ ન લખ્યું હાય. ( વિશેષણવાક્ય; ‘એવે’ સાથે સંબંધ છે; વિશેષણનું વિશેષણ છે.) વિશેષણનું
વિશેષણ હાય તે વાક્ય પણ વિશેષણવાક્ય
કહેવાય છે.
ઉદ્યોગ કર્યો એટલે આપણે આપણા ધર્મ બજાવ્યા. (ક્રિયાવિશેષણવાક્ય; ‘ખજાન્યે’ ક્રિયાનું વિશેષણ છે. )
મિશ્ર વાક્ય–એક પ્રધાન વાક્ય અને એક કે વધારે ગૌણ વાક્યોનું જે સમગ્ર વાક્ય બન્યું હોય તે મિશ્ર વાક્ય કહેવાય છે. સંયુક્ત વાક્ય-કેટલેક સ્થળે નિરપેક્ષ વાક્યા નીચેમાંના કાઈ સંબંધથી જોડાયાં હાય છે:
(૧) સમુચ્ચયથી ‘અને,’ ‘તથા’જેવા શબ્દ સમુચ્ચયવાચક છે. (૨) વિકલ્પથી–‘અથવા,' વા,’ કે’ એ વિકલ્પ કે પક્ષવાચક છે. (૩) વિરોધથી—‘ પણ, ’ ‘પરંતુ,’ ‘ કિંતુ ’ જેવા શબ્દ વિરાધ
વાચક છે.
(૪) કાર્યકારણભાવથી–‘કેમકે,’ ‘કારણ કે’ જેવા શબ્દ કારણવાચક અને ‘તેથી,’ ‘તેટલા માટે' જેવા શબ્દ કાર્યવાચક છે.
ઉપલા સંબંધથી જોડાયલાં વાક્યમાં ગૌણ વાક્ય હાય કે નએ હાય. આ પ્રમાણે બે કે વધારે નિરપેક્ષ કે પ્રધાન વાક્ય ગૌણુ વાક્ય સાથે કે વગર જે સમગ્ર વાક્ય બનાવે છે તે સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય કહેવાય છે.
( ૪ )થા સંબંધથી જોડાયલાં વાક્યાનું બનેલું સમગ્ર વાક્ય કેટલેક સ્થળે મિશ્ર ને કેટલેક સ્થળે સંયુક્ત હાય છે. બંને વાક્ય ખુલ્લી રીતે સ્વતંત્ર, નિરપેક્ષ જેવાં જણાતાં હાય ત્યાં સમગ્ર વાક્ય સંયુક્ત વાક્ય છે અને તેવાં જણાતાં ન હેાય, પરંતુ એક વાક્યને ખીજાની અપેક્ષા જેવું જણાતું હાય ત્યાં સમગ્ર વાક્ય મિશ્ર વાક્ય છે.