________________
દ્વિરુક્ત શબ્દ
-
૩૯૩
મરાઠીમાં પણ એવા દાખલા છે – मारामार; झोडाझोड; लाथालाथी; बुक्काबुक्की.
૩. દ્વિરુક્તિના પહેલા શબ્દને છેલ્લે એકામ્ કેટલેક ઠેકાણે લેપાય છે જેમકે,
તેઓ પિતપતાને કામે વળગ્યા. આવાં નિરનિરાળાં સ્થાને ઘણાં રમણીય લાગતાં નથી.
૪. કેટલેક સ્થળે પહેલે શબ્દ સામાનાધિકરણ્યવાચક ષષ્ઠીમાં હોય છે જેમકે,
એકને એક માણસ રે જ કામ કરે અને બીજા બેસી રહે? એ કંઈક નથી; ઘરનું ઘર છે.
(એકતાને અર્થ વધારે દૃઢતાથી દર્શાવે છે). મરાઠીમાં પણ એવા દાખલા છે
आपअपला; वेगवेगळा; भलभलते; एकनाएक; थोरकाथोर; घरकींघर; घरचघर; घरानघर; हातचेहाती.
૫. કેટલેક સ્થળે દ્વિરુક્તિમાં શબ્દ અનુકરણવાચક હોય છે, અર્થાત્, પ્રાણુ કે પદાર્થને પડવા, અફળાવા કે બેલવાના દવનિ પરથી થયેલા હોય છે, જેમકે,
તે ધમધમ ચાલે છે. તું કડકડાટ વાંચે છે.
તે લપલપાટ કરે છે. ચૂલે ધગધગ સળગે છે.
સડાસડ; તડાતડે; ફાફડ આ અનુકરણવાચક દ્વિરુક્તિમાં પણ (૧) બંને શબ્દ સરખાજ હોય છે, કે (૨) પહેલા શબ્દને અન્ય સ્વર દીર્ઘ થયેલ હોય છે કે તેમાં ફેરફાર થયેલું હોય છે કે (૩) પહેલા શબ્દ પર પ્રત્યય (“આટ” જેવ) આવી બીજે શબ્દ બનેલું હોય છે.