________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ (૩) યુરોપના વિભાગમાં કેટલાક ધાતુઓ છે તે એશિઆના
વિભાગમાં નથી. અર્ (હળવડે ખેડવું); મે (કા૫ણું કરવી); (ખાંડવું;
સે (વાવવું). એશિઆને વિભાગ–એશિઆના વિભાગમાં નીચેની ભાષા
એને સમાવેશ થાય છે(૧) હિંદુસ્તાનની ભાષાઓ
(અ) સંસ્કૃત (આ) પાલી, પ્રાકૃત, અપભ્રંશ (ઈ) દેશી ભાષાઓ–હિંદી, બંગાળી, ઉત્કલી, મરાઠી,
ગુજરાતી, સિંધી, પંજાબી (ઈ) “જિસિ’ની–એક જાતના ભટકતા લેકેની ભાષા જિસિ લેકે મૂળ હિંદુસ્તાનના વતની હતા. તેઓ ઇરાન, આમનિઆ, ગ્રીસ, રોમાનિઆ, હંગરિ, ને બેહીમિઆને માર્ગ બારમા સૈકામાં યુરોપમાં પેઠા. (૨) ઇરાનની ભાષાઓ(અ) ઝન્દ કે અવેસ્તા–જરથુસ્તના અનુયાયીઓની પ્રાચીન
લાષા.
ઝન્દ-અવેસ્તા નામના પ્રાચીન ગ્રન્થમાં એ ભાષા છે. (આ) દરાયસ, કસકસીસ, અને તેમના વંશજોના (એકીમીનિડ
વંશના) સમયના પ્રાચીન લેખની ભાષા (ઈ. સ.
પૂ. લગભગ ૫માં સૈકાની) (ઈ) પહેલ્થી ( સસ્સાનિઅન વંશની ભાષા, ઈ. સ.
૨૨૬-૬૫૧ સુધીની). (ઈ) ફારસી (પેહેવી કરતાં વધારે પૂર્વ તરફના ભાગમાં
બોલાતી ભાષા, મુસલમાનેએ ઇરાન કર્યું તે સમયની) (ઉ) અર્વાચીન ફારસી (પ્રાચીન ફારસીમાં ને એમાં બહુ
ફેર નથી. મુસલમાનોના વિજય પછીની ભાષા. એમાં ફિસીએ “શાહનામું લખ્યું છે).