________________
ભાષાઃ ઐતિહાસિક દૃષ્ટિએ વિભાગ ૧૫ આર્યાવર્ત–એ આર્ય લેકે આપણા દેશમાં પ્રથમ સિંધુ નદીને કાંઠે વસ્યા. ઈ. સ. પૂ. ૧૦મા સૈકાને આસરે તેઓ ગંગા નદીના મુખ સુધી પહોંચ્યા. પછી તેઓ આખા હિંદુસ્તાનમાં ફરી વળ્યા, સિલેનમાં પેઠા, અને બ્રહ્મ દેશ, કાખેડીઆ, અને મલાયા સુધી પ્રસર્યા. આ પ્રમાણે આર્યોએ હિંદુકુશનાં કેતરમાંથી નીકળી પંજાબ, બંગાળા, અને દક્ષિણમાં ફરી વળી આખો દેશ જીતી લીધું. તેમના નામથી હિમાલય અને વિધ્યાચળને વચલે પ્રદેશ, જેમાં તેઓ આરંભમાં વસ્યા, તેનું નામ આયાવર્ત કહેવાયું.
ઇડે-યુરેપીઅન પ્રજાઓની એકતા–વાણી એ વિચારનું બહિ:સ્વરૂપ છે. આથી દરેક પ્રજાની ઔદ્યોગિક અને સામાજિક સ્થિતિ તથા કેળવણી જણાઈ આવે છે. ઈંડે-યુરેપીઅન પ્રજાની એકતા તેના વ્યાકરણ અને શબ્દકેષ પરથી સ્પષ્ટ થાય છે. અમુક પદાર્થ, પ્રાણી, સંબંધીઓ, ગુણ, કે વિચારને માટે ભાષાઓમાં એકજ ધાતુ પરથી થયેલા મળતા શબ્દ હોય તે એ બધી ભાષાઓનું મૂળ એકજ હોવું જોઈએ એમ નિર્વિવાદ સિદ્ધ થાય છે. ' ઇડે-યુરેપીઅન ભાષાના વિભાગ તેનાં લક્ષણઇંડો-યુરેપીઅન ભાષાઓના મુખ્ય બે વિભાગ છે.–૧. એશિઆને વિભાગ અને ૨. યુરોપને વિભાગ.
બે વિભાગના મુખ્ય ભેદ ત્રણ છે(૧) સંસ્કૃત અને પ્રાચીન ફારસી ભાષામાં જ્યાં “અ” હોય છે
ત્યાં યુરેપના વિભાગમાં “એ” કે “” જેવું હોય છે. સંત પંચન; અવેસ્તા-પંચ; ગ્રીક–પેન્ટ; ગૉથિક-ફિક્.
સં૦ ટન; અવેસ્તા-હe; ગ્રીક-ઑકટો. (૨) એશિઆના વિભાગમાં ઘણે સ્થળે “” હોય છે ત્યાં યુરોપ
ના વિભાગમાં લૂ’ હોય છે. સં. ર્ (પ્રકાશ), લૅટિન-લકસ; ગોથિક-લિહિંથ.