________________
શબ્દસિદ્ધિ
૩૪૩ પ્રકરણ ૩ મું
શબ્દસિદ્ધિ ઉપસંહાર-સંસ્કૃત” એટલે શુદ્ધ, સંસ્કાર પામેલી, શિષ્ટ વર્ગની ભાષા; અને “પ્રાકૃત એટલે સામાન્ય લેકે જેઓ એ સંસ્કાર પામ્યા મહેતા તેમની ભાષા. સામાન્ય લોકોમાં આર્ય તેમજ હિંદના મૂળ વતની અનાર્ય લોકોને સમાવેશ થાય છે. સંસ્કૃત ને પ્રાકૃત એ કંઈ તદ્દન જુદી જ ભાષા નહોતી. સંસ્કૃત ભાષાનું જ બગડેલું સ્વરૂપ તે પ્રાકૃત. ઉચ્ચારની ખામીથી અને અન્ય પ્રજાના સમાગમથી સંસ્કૃત ભાષામાં બગાડ થઈ પ્રાકૃત ભાષા થઈ જે પ્રાકૃત સંસ્કૃતને બહુ મળતી છે તે પાલી. એ સિઆમ, સિલોન, અને બ્રહ્મદેશના દ્ધોની પવિત્ર ભાષા છે.
પાલી વિકાર-પાલીમાં જે શબ્દ શુદ્ધ સંસ્કૃત શબ્દ છે અને બાકીના શું ઉચ્ચારશાસ્ત્રના નિયમ પ્રમાણે ફેરફાર થઈ બનેલા છે. ઉચ્ચારનો પ્રયત્ન જેમ બને તેમ ઓછો કરો એ બીજ એ નિયમેમાં રહેલું છે. સંસ્કૃતમાંનાં ઘણું રૂ૫ ઓછાં કરી વ્યાકરણને સરળ કરવામાં આવ્યું. જે રૂપ જરૂરનાં ન લાગ્યાં તે કાઢી નાખ્યાં, સાદશ્યને ધોરણે નવાં રૂપ દાખલ થયાં, અને જૂનાં રૂપ ઉચ્ચારથી ભ્રષ્ટ થઈ નવા સ્વરૂપમાં રહ્યાં. નામ અને ક્રિયાપદનું દ્વિવચન બહુ જરૂરનું ન હેવાથી જતું રહ્યું. ચતુર્થી ને પંચમી માત્ર અકારાન્ત પુંલિંગમાં ને નપુંસકમાંજ રહી; બીજા શબ્દોમાંથી નીકળી ગઈ. પછી સંબંધવાચક હેવાથી ઘણી વ્યાપક છે. મહાભાષ્યમાં એની વ્યાપકતા એના સે અર્થ છે એમ કહી દર્શાવી છે. ચતુર્થીનો અર્થ પછીથી કહી શકાય છે. પંચમીના અપાદાન સિવાયના ઘણુંખરા અર્થ તૃતીયાના અર્થ સાથે એકરૂપ છે અને અપાદાનને અર્થ તત્ પ્રત્યયથી દર્શાવી શકાય છે. સંસ્કૃતમાં ૧લા ગણના ઘણું ધાતુ છે, તેને વિકરણ પ્રત્યય પાલીમાં બીજા ગણેને પણ લગાડવામાં આવ્યો. ધાતુને આદેશ થાય છે તે સંસ્કૃતમાં અમુક કાળ અને અર્થમાં જ થાય છે; પણ પાલીમાં તે સર્વ કાળ ને અર્થમાં કરવામાં આવ્યા.
સંસ્કત; પાલી: પ્રાકૃત: અપભ્રંશ-પાલીથી વિશેષ ભ્રષ્ટ થયેલી