________________
૨૯ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
નિત્યસમાસ-જે સમાસને વિગ્રહ સમાસમાં વાપરેલાં પદથી થઈ શક્તિ નથી; એવા સમાસ નિત્યસમાસ કહેવાય છે. અવ્યયીભાવ એ એવા સમાસ છે. ચતુર્થીતપુરુષ “પ્રીત્યર્થ પૂજા” પણ એવો છે.
પંદરાદિ-કેટલાક નિયમ વિરુદ્ધ સમાસને સંસ્કૃતમાં આ વર્ગમાં મૂક્યા છે. એ વર્ગને આદિ સમાસ પૃદર હોવાથી એ પૃપોદરાદિ કહેવાય છે. એમાં કેટલાંક પદમાં “
ટિને લોપ થયો હોય છે અને કેટલામાં વર્ણમાં ઘણે વિકાર થયે હોય છે.
દાખલા:
પૃષોદર (પૃષ+ઉદર; પૃષતનું–જળબિંદુનું ઉદર; અથવા તે પૃષત છે ઉદર જેનું; પવન)-આ સમાસમાં “પૃષને ‘ત લેપાયો છે.
મનીષા-બી (મનસઈષા-પી; મનીષા બુદ્ધિમનીષીવિદ્વાન). આમાં “મનસૂની ‘ટિ લપાઈ છે.
વલાહક-મેઘ (વારિવાહક)-વર્ણમાં વિકાર થયો છે. મશાન (મન=શબ; શબ શયન કરે છે જેને વિષે તે) જીમૂત (જીવન-જળ મૂત–બદ્ધ છે જે વડે તે; મેઘ)
દિવકિસ્ (દિ–આકાશ છે એકર્ L. pikos-ઘર જેનું તે)-“ઓને ઠેકાણે “ઓ થયું છે.
પિશાચ (પિશિત-માંસને આચમે-માંસનું ભક્ષણ કરે તે). અશ્વત્થામા (સ્થામન’ના “ને “ત થયો છે)
પારસ્કરાદિ-કેટલાક સમાસમાં પૂર્વપદને “સ” આગમ આવે છે, તેને આ વર્ગમાં મૂક્યા છે.
પારસ્કર (દેશનું અને મુનિનું-ગૃહ્યસૂત્રના કર્તાનું નામ) વનસ્પતિ (વનને પતિ, પછીતપુ.) બૃહસ્પતિ (બૃહત-વાણી. - લપાઈ “સ આગમ આવ્યું છે.) પ્રાયશ્ચિત્ત (પ્રાય ત૫; ચિત્ત નિશ્ચય; એ બેને સંગ)
સુસુપ્સમાસ-જે સમાસ પૂર્વોક્ત વગોંમાં-ધન્ડ, તપુર, બહુવ્રીહિ, અને અવ્યયીભાવમાં–આવી શકતા નથી તે સુસુ સમાસ કહેવાય છે. “સુ” એ સંસ્કૃતમાં નામિકી વિભક્તિના સર્વ પ્રત્યેનું (૭–સ્ પ્ર. એ. વ.થી તે -સુ સ. બ. વ. પર્યતનું) નામ છે. અર્થાત, એક વિભકત્યન્ત પદ બીજા એવા વિભકત્યન્ત પદ સાથે સમાસ પામે છે તે સમાસ સુસુપ્સમાસ કહેવાય છે. સમાસના સૂક્ષ્મ દૃષ્ટિથી નિયમ