________________
સમાસઃ પ્રકારાદિ
(ર) ‘જાયા'નું ‘જાનિ' થાય છે— સીતાજાનિ (રામ); રેવતીનિ (બલરામ) (૩) ‘અક્ષિ’નું ‘અક્ષ’ થાય છે.
કમલાક્ષ; પદ્માક્ષ; પદ્માક્ષી (શ્રી.)
૨૫
(૪) કેટલાક અહુવ્રીહિ સમાસને અન્તે ‘ક’ પ્રત્યય આવે છે. ઈંકારાન્ત ને ઊકારાન્ત સ્ત્રીલિંગ અને કારાન્ત શબ્દોને ‘ક' પ્રત્યય નિત્ય આવે છે; અન્યત્ર વિકલ્પે આવે છે.
દાખલાઃ
અકર્મક; સકર્મક; સપત્નીક; સસ્ત્રીક; સવધૂ, શિક્ષણવિષયક (સમાજ); ભાવકર્તૃક
ત્રિપદી બહુત્રીહિ—જે બહુવ્રીહિમાં ત્રણ પદ આવે છે તે ત્રિપદી બહુવ્રીહિ છે.
ઉભયપદપ્રધાન (ઉભય પદ છે પ્રધાન જેમાં); પૂર્વપદપ્રધાન; ઉત્તરપદપ્રધાન; અન્યપદપ્રધાન
અવ્યયીભાવજે સમાસનું પૂર્વપદ અવ્યય હોય અને આખું સમસ્ત પદ પણ અવ્યય હાય એવા પૂર્વપદપ્રધાન સમાસ અવ્યયીભાવ કહેવાય છે. જે અવ્યય નથી તેનું અવ્યય થવું તે ‘અવ્યયીભાવ.’ એ શબ્દમાં અભૂતતદ્ભાવના અર્થમાં ઇ (સં. ત્રિ) પ્રત્યય થઈ દીર્ઘ થયા છે. અભૂતતભાવ એટલે જે સ્થિતિ નથી તે થવી તે. એવા અર્થમાં પ્રત્યય લાગ્યા પછી , મૂ, કે अस् નાં રૂપ તેની પછી આવે છે. ‘ભાવ’ એ મૂ ધાતુનું રૂપ ‘અવ્યયી’ની પછી આવ્યું છે.
દાખલાઃ
યથાશક્તિ (શક્તિ પ્રમાણે); પ્રતિદિન (દરરોજ); પ્રતિદિવસ; પ્રતિમાસ; પ્રતિવર્ષ; પ્રત્યક્ષ; પરોક્ષ; સમક્ષ; આબાલવૃદ્ધ; આસમાપ્તિ; અધ્યાત્મ (આત્માને વિષે; કે આત્માને અભિલક્ષીને)