________________
સમાસઃ પ્રકારાદિ
૨૯૩ તેના ગુણનું-લાંબા કાનનું પણ સંવિજ્ઞાન થાય છે, માટે આ સમાસ તણસંવિજ્ઞાન બહુવીહિ કહેવાય છે.
એથી ઉલટું, “દષ્ટસાગર કે કૃતાર્થ પુરુષને લાવ’ આમ કહેવાથી જેણે સાગર જોયો છે કે જેના અર્થ સફળ થયા છે એવો પુરુષ આવે છે; પરંતુ તે પુરુષને જોવાથી તેના ગુણનું–તેણે સાગર જોયો છે તેનું કે તેના મનોરથ સફળ થયા છે તેનું–સંવિજ્ઞાન થતું નથી; માટે એવો સમાસ અતણસંવિજ્ઞાન બહુવહિ કહેવાય છે.
બહુત્રીહિમાં ગણુના--નીચે લખેલા સમાસેની ગણના સંસ્કૃતમાં બહુત્રી હિમાં કરી છે--
(૧) પૂર્વપદ “સ” હેય એવા સમાસ સહે કે “સમાનીને “સ” થાય છે; “સહ “સ” વિકલ્પ
થાય છે.
દાખલા – - સકુટુંબ (કુટુંબની સાથે); સહપરિવાર સાવશેષ (અવશેષની સાથે સંપૂર્ણ); સકર્મક (કર્મની સાથે, “ક પ્રત્યય કેટલાક બહુવ્રીહિને અને આવે છે); * દ્વિકર્મક સફળ; સમૂળ, સચેલ [સ્નાન] (વસ્ત્રસહિત સ્નાનસપુત્ર; સકલત્ર; સપત્નીક; સાપેક્ષ
સદર (સમાન છે ઉદર જેનું ભાઈ), સપિંડ (સમાન છે પિંડદેહ જેને); સવર્ણ
સત્વર (‘ત્વરાનું થયું છે; ક્રિયાપદ સાથે અન્વય હેય ત્યારે બહુવ્રીહિ કિયાવિશેષણ તરીકે વપરાય છે એમ સમજવું)
(૨) સંખ્યાવાચક પદેને સમાસ–એમાં બે સંખ્યા પાસે પાસેની છે અને તેની વચ્ચે “કેનો સંબંધ છે.
દાખલા –
એકબે બેચાર ચારપાંચ; આઠદસ. ગુજરાતીમાં અને વૈકલ્પિક દ્વન્દ્ર ગણી શકાય.
* જેમકે, અકર્મક, અરાજક, સપત્નીક, શ્રીક, વગેરે