________________
૨૨ ગુજરાતી ભાષાનું બૃહદ વ્યાકરણ (શુભેપમા-કર્મ અને શુભેપમા–કર્મ; તેના યોગ્ય–પછીતપુ0; સર્વગુણ-કર્મ; તે વડે અલંકૃત-તૃતીયાતપુ.).
બહુવ્રીહિ–આ શબ્દજ સમાસનું સ્વરૂપ કહે છે. જેમાં પૂર્વપદ વિશેષણ હેય અને ઉત્તરપદ વિશેષ્ય હોય તેમજ આખું સમસ્ત પદ અન્ય પદનું વિશેષણ હોય એ અન્ય પદાર્થપ્રધાન સમાસ તે બહુવીહિ કહેવાય છે.
બહુવ્રીહિ=બહુ છે વ્રીહિ–ડાંગર જેની પાસે એ કઈ પુરુષ) પીતાંબર–પીત (પીળું) છે અંબર (વસ્ત્ર) જેનું એવા (વિષ્ણુ)
કૃતાર્થ (કૃત=સંપન્ન), કૃતકૃત્ય મહાબાહુ (મહતુંનું “મહા થયું છેચતુર્મુખ પંચવત્ર ત્રિનેત્ર, એકદન્ત
આ સમાનાધિકરણ બહુવ્રીહિ છે; કેમકે એમાં સમસ્ત પદે સમાનાધિકરણ–એકજ વિભક્તિમાં છે.
ગાંડીવપાણિ (ગાંડીવ ધનુષ છે પાણીમાં–હાથમાં જેના એવો [અર્જુન] ); ચક્રપાણિ (કૃષ્ણ) * આ સમાસોમાં પદે સમાનાધિકરણ નથી. એ બહુબહિ વ્યધિકારણ બહુવ્રીહિ કહેવાય છે. એ અપવાદરૂપ છે. સમાનાધિકરણ બહુત્રીતિ નિયમરૂપ છે.
હરિણાક્ષી (હરિણના જેવી છે અક્ષિ-આંખ જેની એવી સ્ત્રી, “અક્ષિનું “અક્ષ થઈ સ્ત્રી.માં “અક્ષી થયું છે.); કમલનયના; ગજાનન હંસગમના
તપાધન, નીલકંઠ, ગરુડધ્વજ, અશ્વત્થામા (અશ્વિના જેવું છે સ્થામ-બળ જેનું “સને “તું” થયે છે.)
તણસંવિજ્ઞાન અને અતણસંવિજ્ઞાન-લંબકર્ણને લાવો’જેના કણું લાંબા છે એવાને લાવો–આમ કહીએ છીએ ત્યારે જે પ્રાણી આવે છે તે તેના લાંબા કર્ણ સાથે આવે છે. “લંબકર્ણ શબ્દથી આપણને અન્ય પદાર્થનું–પ્રાણીનું સંવિજ્ઞાન થાય છે તેની સાથે