________________
સમાસઃ પ્રકારાદિ
૨૯૧ રહે છે તે લેવાતી નથી (અલુક–લુક લેપ) તેથી એવા સમાસને અલુક્સમાસ કહે છે.
દાખલા –
યુધિષ્ઠિર, સરસિજ; મનસિજ; ખેચર વાચસ્પતિ (વાણને પતિ, બૃહસ્પતિ); ગેહેશર (ગેહ=ઘર; ઘરમાં શૂરે); ગેહેનદ (ઘરમાં ગાજનાર); પાત્રસમિત (ભજન સમયે તૈયાર, કાર્યવખતે નહિ), વાયુક્તિ (વાણીની રચના); વિશાપતિ (વિશ્રેનેલેકેને પતિ; રાજા); દેવાનાપ્રિય (મૂર્ખ), વદવ્યાઘાત–આ સમાસ નથી, પરંતુ અલુફ સમાસના જેવી રચના છે. “વદત: એ વત્ ધાતુના વર્તમાન કૃદન્તનું ષષ્ટીનું એકવચન છે. વદત =બોલનારને; વ્યાઘાત=વિરોધ. બેલનાર પિતે વિરુદ્ધ-અસંગત બેલે તે “વદતે
વ્યાઘાત” કહેવાય છે, જેમકે --હું જીવનપર્યન્ત મૌની છું મારે | પિતા બ્રહ્મચારી છે!”
કર્મધારયના અનિયમિત દાખલા--
ભાષાન્તર (“અન્ય'નું “અન્તર’ થયું છે), વનાતર, “પ્રામાત્ર, વગેરે; કાપુરુષ (કુત્સિત પુરુષ; “કા'નું “કુ થયું છે.); કદન્ન (કુત્સિત અન્ન; “કા’નું “કદ્દ થયું છે.) ચિન્માત્ર (કેવળ ચિત્, ચિતજ; જ્ઞાનસ્વરૂપ); અકુતભય (જેને કશાથી ભય નથી તે; અર્થ બહુવહિનો છે, તો પણ આ સમાસની ગણના કર્મધારયમાં કરી છે); ઉચ્ચાવચ ( ‘ઉદ” ને “અવા” ના “ઉચ્ચ” ને “અવચ” થયા છે; જાત જાતનું).
મિશ્ર સંખ્યાવાચક શબ્દોની ગણના સંસ્કૃતમાં કર્મધારયંમાં કરી છે
એકવીસ, છાસઠ, અઠ્યાસી, છનુ, વગેરે.
લાંબા સમાસ–“અનેક શુભેપમાગ્ય.” “સર્વગુણાલંકૃત– આવાં લાંબાં સમસ્ત પદ વપરાય છે. અર્થ સંદિગ્ધ કે ક્લિષ્ટ ન થાય અને કર્ણને કઠેર ન લાગે એવા સમાસ કરવાની હરકત નથી.