________________
૨૯૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
દ્વિગવ–પંચગવ (બે ગાયને-પાંચ ગાયને સમૂહ લગેનું “ગવ થયું છે.)
પ્રાદિસમાસ–પ્ર, પરા, આદિ ઉપસર્ગ પૂર્વપદ હેાય એ તપુરુષ સમાસ પ્રાદિસમાસ કહેવાય છે.
દાખલા:
અતીન્દ્રિય (ઈન્દ્રિયોને અતીત–ઓળંગી ગયેલું, ઇન્દ્રિયને અગોચર)
નસમાસ–જેકર્મધારયમાં પૂર્વપદ ન કે નિષેધવાચક “અ” કે “અ” હેાય તે નતપુરુષ કહેવાય છે.
નક્ષત્ર (ન ક્ષત્ર-ક્ષરે, નાશ પામે તે નાશ ન પામે તે); અધર્મ (ન ધર્મ, ધર્મ નહિ તે; અનિષ્ટ (ઈષ્ટ નહિ તે); અનર્થ; અભાવ; અનુપકાર, અભણ, અજાણતાં અણધાર્યું અને અપભ્રંશ “અણ)
મધ્યમપદલોપી તપુરુષ–જે તપુરુષમાં મધ્યમ પદને લેપ થયું હોય એ તપુરુષ મધ્યમપદલોપી તપુરુષ કહેવાય છે.
દાખલા –
કલ્પવૃક્ષ (ક૫=મનેરથ; કશ્યપૂરક વૃક્ષ); કલ્પલતા (કલ્પપૂરિકા લતા) ગધગજ (ગબ્ધપ્રધાન ગજ); છાયાવૃક્ષ (છાયાપ્રધાન વૃક્ષ).
દહિંવડાં, દહિંભાત, ગેળધાણા–આને સંસ્કૃતમાં તૃતીયાતપુરુષ માન્યા છે એને મધ્યમપદલોપી તપુરુષ પણ લઈ શકાય.
અલુસમાસ-સમાસમાં અનેક પદ મળીને એક પદ બને છે, તેથી વિભક્તિ સમસ્ત પદને જ આવે છે. પૂર્વ પદેને વિભક્તિ આવી લેપાય છે, પરંતુ કેટલાક સમાસમાં પૂર્વપદની વિભક્તિ કાયમ