SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ સમાસઃ પ્રકારાદિ ૨૮૯ વદન કમળ કમળ જેવું વદન (અહિં અલંકાર ઉપમા છે.) વદન કમળ=વદન એજ કમળ (અહિં અલંકાર રૂપક છે.) (૪) મહાસાગર વિશ્વદેવ પરમાત્મા–આવાં સાધારણ ઉદાહરણોમાં વિશેષણ પૂર્વપદ હોવાથી એ વિશેષણપૂર્વપદ કર્મધારય કહેવાય છે. (૫) ઘનશ્યામ; મેઘશ્યામ–આવા દાખલામાં વિશેષણ ઉત્તરપદ હોવાથી એ વિશેષણેત્તરપદ કર્મધારય કહેવાય છે. પુરુષવ્યાધ્ર (વ્યાઘ જેવો પુરુષ), નરસિંહ (સિંહ જે નર)આમાં પણ ઉત્તરપદ વિશેષણ બને છે. એમાં પૂર્વપદ ઉપમેય છે અને ઉત્તરપદ ઉપમાન છે. ઉપમેયને ઉપમિત પણ કહે છે. ઉપમિત પૂર્વપદ છે, તેથી આ સમાસ ઉપમિતસમાસ કહેવાય છે. (૬) સ્નાતાનુલિત (પ્રથમ સ્નાત–નહાલે અને પછી અનુલિસ-અનુલેપ કરાય)-આ વિશેષણ સમાસ કહેવાય છે. દ્વિગુ-કર્મધારયન પિટા પ્રકાર દ્વિગુ છે. પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય તે સમાસ દ્વિગુ છે. “દ્વિગુ’ શબ્દ સમાસના લક્ષણ પર પ્રકાશ પાડે છે. એ શબ્દમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ છે. દ્વિગુ સમાસમાં સમાહારનો અર્થ છે. દાખલાઃ પંચપાત્ર (પાંચ પાત્રોને-પૂજાની સામગ્રી મૂકવાનાં નાનાં વાસણને-સમાહાર, નવરાત્રિ (નવરાત્રીને સમાહાર); “રાત્રીનું “રાત્ર થયું છે.); અષ્ટાધ્યાયી (અષ્ટ-આઠ અધ્યાયને સમૂહ “ઈ” પ્રત્યય લાગી સ્ત્રીલિંગ થયું છે, કેટલાંક દ્વિગુનાં ઉદાહરણમાં અન્ય અને આ પ્રત્યય લાગે છે.) ચતુસ્ત્રી (ચાર સૂત્રને સમૂહ); ત્રિલેકી, પંચવટી ત્રિભુવન, પંચગવ્ય ચિમાસું, નવટાંકી, પાંચશેરી, એ એવાજ સમાસ છે.
SR No.005930
Book TitleGujarati Bhashanu Bruhad Vyakaran
Original Sutra AuthorN/A
AuthorRavbahadur Kamlashankar Pranshankar Trivedi
PublisherMacmilan and Company Limited
Publication Year1919
Total Pages602
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy