________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ કંઈ પણ ફેરફાર વિના પદ તરીકે વપરાય છે. બધા શબ્દ એકસ્વરી છે. શબ્દને પ્રત્યય લાગતા નથી અને તેનાં વાક્ય બને છે ત્યારે એકજ શબ્દ વાક્યમાં સ્થળ પ્રમાણે નામ, ક્રિયાપદ, કે વિશેષણ તરીકે ગણાય છે. આ કારણથી એ પ્રકારની ભાષા પ્રત્યયરહિત, એકસ્વરી, કે ક્રમાનુસારિણી કહેવાય છે. - ચીની ભાષા આ પ્રકારમાં આવે છે. એમાં પ્રત્યેક શબ્દ એકસ્વરી હોય છે, તેથી એ પ્રકાર ઉપર દર્શાવ્યા પ્રમાણે એકસ્વરી કહેવાય છે. કંઈ પણ ફેરફાર વગર એકનો એક શબ્દ નામ, ક્રિયાપદ, વિશેષણ, ક્રિયાવિશેષણ, કે અવ્યય તરીકે વપરાય છે. એ ભાષામાં એકજ શબ્દના અનેક અર્થ થાય છે. જેમકે, “ટાઓને અર્થ-ફાડવું, પહોંચવું, ઢાંકવું, વાવટ, અનાજ, રસ્ત, વગેરે થાય છે; તેમજ “લુને અર્થ–રત્ન, ઝાકળ, ઘડવું, ગાડી, બાજુ પર જવું, રસ્ત, વગેરે થાય છે. શબ્દના અર્થ બે રીતે નક્કી થાય છે –. પર્યાય શબ્દ સાથે મૂકવામાં આવે છે; જેમકે, ઉપર દર્શાવ્યા પ્રમાણે “ટાઓ” અને “લુના અનેક અર્થ છે, પણ બંનેને સાથે મૂકવાથી “ટાઓ નો અર્થ રસ્તેજ થાય છે; ૨. સ્થાનથી અર્થ નક્કી થાય છે. “ટામાં ઊંચાઈને અર્થ છે. એને કેાઈ શબ્દની પહેલાં મૂક્યો હોય તે એ વિશેષણ બને છે અને કોઈ શબ્દની પછી મૂક્યો હોય તો એ ક્રિયાપદ થાય છે; જેમકે, “ટા જિન'=ઊંચે માણસ; પણ “જિન ટા’=માણસ વધે છે; કે માણસ ઊંચો છે. ‘ટા', લિ' વગેરે શબ્દના અનેક અર્થ છે. “ટા'=ઊંચા કે મોટા થવું, મેટાઈ, ઊંચાઈ; ઊંચી રીતે. ‘લિ'=હળ ફેરવ, હળ, હળ ખેંચનાર–બળદ. અમુક શબ્દ નામ, ક્રિયાપદ, કે અવ્યય છે તે, ઉપર દર્શાવ્યા પ્રમાણે વાક્યમાં તેના સ્થાન પરથી નક્કી થાય છે. ચીની ભાષામાં જેવો ધાતુને ઉચ્ચાર કર્યો કે તરત જ તે ધાતુ જતો રહી ઉદ્દેશ્ય કે વિધેય થાય છેઅર્થાત, નામ કે ક્રિયાપદ બને છે.
વિભક્તિ બે પ્રકારે દર્શાવાય છે – ૧. નિપાતથી ૨, સ્થળથી