________________
ભાષા: પ્રકાર
કુદરતી રીતે એની મેળેજનીકળે છે; કંઈક જોઈએ છે કે કંઈક લાગણી થાય છે એમ એ બતાવે છે, અને ૨. પ્રાણીઓ પિતાની ઈચ્છાથી જે ધ્વનિ બહાર કાઢે છે તે. એ ધ્વનિ કેઈને બેલાવવું હોય અને ચેતવણી કે ધમકી આપવી હોય ત્યારે તેઓ વાપરે છે. બીજાં પ્રાણીઓ કરતાં મનુષ્યનાં ઉચ્ચારસ્થાન ને મગજ વધારે વિકાસને સંસ્કાર પામી શકે એવાં છે, તેથી એ બે જાતના ધ્વનિમાંથી તેણે ભાર મૂકીને, દ્વિર્ભાવ કરીને,ઘાંટામાં અનેક રીતને ફેરફાર કરીને વિચિત્ર પ્રકાર ઉત્પન્ન કર્યા. ચેતવવાના અને બોલાવવાના ધ્વનિમાં દર્શક ધાતુનું બીજ રહેલું છે; તેમાંથી સંખ્યાવાચક, જાતિવાચક, અને અન્તરવાચક શબ્દ બન્યા છે. ભાવવાચક વનિ અને દર્શક શબ્દ ભેગા થઈ સાદાં વાક્ય બન્યાં છે અને એ ધ્વનિમાંથી ક્રિયાપદ ઉદ્દભવ્યાં છે. અચેતન કુદરત તેમજ પ્રાણના ધ્વનિના અનુકરણથી પદાર્થનાં નામ, ખાસ ક્રિયાપદ, અને કૃદન્ત બન્યાં છે. આ પ્રમાણે આરંભમાં પ્રજાને શબ્દકોષ બને છે. સાદશ્ય જોઈ શબ્દ વાપરવાથી, આખા વર્ગને લાગુ પડે એવા જાતિવાચક શબ્દ બનાવવાથી, અને બુદ્ધિને ઉપયોગ કરી કેટલાક શબ્દને પ્રત્ય જેવા ગણ તે વડે અને ઉપસર્ગવડે અનેક નવા શબ્દ ઘડવાથી વૈયાકરણ જેને પદચ્છેદ કહે છે તે પદેને સંપૂર્ણ વર્ગ માણસ બનાવે છે અને જરૂરીઆત પ્રમાણે શબ્દકેષમાં વૃદ્ધિ કરે છે.
પ્રકરણ રજુ
ભાષા: પ્રકાર પ્રકાર–ભાષાના બંધારણ પ્રમાણે ચાર પ્રકાર થાય છે –૧. પ્રત્યયરહિતા; ૨. સમાસાત્મિકા; ૩. પ્રત્યયાત્મિકા; અને ૪. પ્રત્યયેલુણા.
૧. પ્રત્યયરહિતા–આ પ્રકારની ભાષામાં પૂર્વગ કે પ્રત્યય નથી. તેમજ જુદા જુદા પદ છે માટે જુદાં જુદાં પદ નથી. એકનું એક પદજ સ્થાન પ્રમાણે નામ, વિશેષણ, ક્રિયાપદ, વગેરે બને છે. ધાતુઓજ