________________
ભાષા: પ્રકાર
દાખલા – ૧. જિન ચિ કિઉન (માણસનો રાજા).
૨. કાઉએ જિન (રાજ્ય માણસ=રાજ્યને માણસ). પછીના અર્થનું નામ પ્રથમાના અર્થના નામની પૂર્વે આવે છે.
ચીના લેક શબ્દના બે ભાગ પાડે છે:–૧. સંપૂર્ણ શબ્દ અને ૨. અપૂર્ણ શબ્દ. જે શબ્દના અર્થ પૂરા અને સ્વતન્ન છે, એટલે જેને આપણે નામ અને ક્રિયાપદ કહીએ છીએ, એવા શબ્દ સંપૂર્ણ શબ્દના વર્ગમાં આવે છે. જે શબ્દનો ખરો અર્થ ઘસાઈ જવા માંડ્યો છે અને જે સ્વતશબ્દના અર્થમાં વધારો કરે છે કે તે અર્થને નિશ્ચિત કરે છે અને તેને અન્વય દર્શાવે છે, તે અપૂર્ણ શબ્દના વર્ગમાં આવે છે. જેના જ્ઞાનથી સ્વત~ શબ્દ અને અપૂર્ણ શબ્દ ઓળખતાં શીખીએ તેનું નામ વ્યાકરણ એમ ચીને લોક કહે છે.
૨. સમાસાત્મિકા–આ પ્રકારની ભાષાઓમાં બે મૂળ શબ્દને પ્રત્યય લગાડ્યા વિના એકઠા કરી સમસ્ત શબ્દ બનાવવામાં આવે છે. આ સમાસમાં એક મૂળ શબ્દ અન્યને ગૌણ થાય છે. મનુષ્યજાત, યુદ્ધસમ” જેવા શબ્દ આ પ્રકારે બની ભાષામાં વપરાય છે. ભાષાના આ વિકાસક્રમમાં કેટલાક શબ્દ નામ અને ક્રિયાપદ તરીકે વપરાતા બંધ થઈ ગયા હોય છે. તે નામની સાથે જોડાઈ વિભક્તિના પ્રત્યયની અને ક્રિયાપદની સાથે જોડાઈ કાળ કે અર્થના પ્રત્યયની ગરજ સારે છે. આવી ભાષાઓને સમાસાત્મિકા કે સંગામિકા કહી શકાય.
તુક ભાષા એવી છે. બાસ્ક અને અમેરિકાના મૂળ વતનીની ભાષાઓ પણ એવી છે. બાકમાં જે મૂળ શબ્દ એકઠા કરવામાં આવે છે તેને ટૂંકા કરવામાં આવે છે. હિલ =મરણ પામેલું; “એગન =દિવસ; આ બે શબ્દોને ભેગા કરી “ઇલ્હન' શબ્દ બનાવે છે, તેનો અર્થ “સંધ્યાકાળ” એવો થાય છે.
તુક ભાષામાં “ચહાવુંને માટે “સેવ” શબ્દ છે. “એર' શબ્દ ગૌણ છે; એથી વિશેષણ કે કૃદન્ત બને છે. બેને સમાસ કરવાથી સેવ-એર” શબ્દ બને છે અને તેનો અર્થ “ચહાત” એ થાય છે. “સેન” એટલે