________________
નિપાતઃ ઉપસર્ગ પૂર્વગ * ૨૪૯ પાણિનિએ નીચેનાની ઉપસર્ગમાં ગણના કરી છે –
પ્ર, પરા, અપ, સમ્, અનુ, અવ, નિસ્ (નિર), દુસ્ (દુ), વિ, આ, નિ, અધિ, અતિ, સુ, ઉદ્, અભિ, પ્રતિ, પરિ, ઉપ
એ સિવાય અ(અન), શ્રત, અન્ત, બહિર, વગેરે કેટલાક સંસ્કૃત શબ્દ અને ગેર, બિન, વગેરે કેટલાક ફારસી શબ્દ પણ શબ્દની પૂર્વે આવે છે. આ બધાની ઉપસર્ગમાં ગણના ન હોવાથી એ પૂર્વગ કહેવાય છે. ઉપસર્ગ એ પણ પૂર્વગ છે એ પ્રકારના પૂર્વગની ખાસ સંજ્ઞા પાડી છે તેથી પૂર્વગ શબ્દ ઉપસર્ગ સિવાયનાને લાગુ પાડવે.
ઉપસર્ગના વ્યાપાર–હરિએ ઉપસર્ગના ત્રણ વ્યાપાર બતાવ્યા છે ––૧–કેઈક સ્થળે ધાતુના અર્થને બાધ કરે છે; અર્થાત્, ધાતના અર્થથી ઉલટજ અર્થ લાવે છે; ૨-કેઈક સ્થળે ધાતુના અર્થને અનુસરે છે અને ૩-કેઈક સ્થળે ધાતુના અર્થમાં વિશેષ આણે છે.
દાખલા –
૧. પ્રસ્થાન (સ્થાનત્રસ્થિતિ; આમાં સ્થા ધાતુને અર્થ “ઊભા રહેવું છે ગતિની નિવૃત્તિ, એ અર્થ છે. “પ્રસ્થાનને અર્થ એથી ઉલટે છે; એ ગતિવાચક છે.); આગમન (‘ગમનથી ઉલટું); વિય (ક્યથી ઉલટું); વિયોગ (ગથી ઉલટું); અપમાન (“માનીથી ઉલટું); વગેરે.
૨. અનુસરણ; ઉપગમન, વગેરે–આમાં ઉપસર્ગ ધાતુના અર્થને અનુસરે છે.
૩. પ્રતાપ (ઘણે તાપ; પ્ર=પ્રકર્ષવાચક); સંતાપ (અત્યન્ત તાપ; સમ=સમ્ય). 'ઉપસર્ગના મુખ્ય અર્થ નીચે પ્રમાણે છે – પ્ર–પ્રકર્ષવાચક પ્રકર્ષ એટલે અતિશય.