________________
૨૪૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ દારોનr# જો ઘર પડિયા છે (કર્મણિ). કવચિત કર્મણિ પ્રયોગમાં કર્મ દ્વિતીયામાં આવે છે - તારા વી દૃયા છે (અર્થાત, સે હૃથા છે).
સાધિત ધાતઃ પ્રયોગ–મૂળ ધાતુ પરથી થાય છે તેવાંજ પ્રયાગનાં રૂપ સાધિત ધાતુ પરથી થાય છે, પરંતુ પ્રેરક ધાતુ સકર્મક હેવાથી તે પરથી ભાવે રૂપ થતું નથી.
મારે પડી લખવી; મારે પડી લખાવવી (કર્મણિ). તે કામ સારું કરશે તે તમારી પાસે કામ કરાવશે (કર્તરિ). મારાથી ચલાતું નથી (ભાવે).
પ્રકરણ ૨૩મું
નિપાતઃ ઉપસર્ગ: પૂર્વગ નિપાત—અત્યાર સુધી વ્યયી પદેનું વિવેચન થયું. આ પ્રકરણમાં નિપાતનું વિવેચન છે. નિપાત એટલે અવ્યય. જુદા જુદા અર્થમાં એ પડે છે (નિત્-પડવું), તેથી એ નિપાત કહેવાય છે, એવું ‘નિપાત” શબ્દનું નિર્વચન યાસ્ક મુનિએ કર્યું છે.
નિપાત અને ઉપસર્ગ–યાસ્ક મુનિએ પદના ચાર વિભાગ કરી નિપાત અને ઉપસર્ગને જુદા મૂક્યા છે, તેનું કારણ એ છે કે ઉપસર્ગનો સમાવેશ નિપાતમાં થાય છે, તે પણ તેને ખાસ પ્રયોગ છે. તે હમેશ ક્રિયાપદ સાથે જોડાયેલા છે; તેની પાસે (૩૫)-પૂર્વે આવી તેના અર્થમાં ફેરફાર કરે છે.
પ્રાતિશાખ્યમાં પણ પદના એજ ચાર વિભાગ આપ્યા છે. કહ્યું છે કે પદના ચાર વિભાગ છે:–નામ, આખ્યાત, ઉપસર્ગ, અને નિપાત. સનું અભિધાન કરે છે તે નામ; ભાવનું અભિધાન કરે છે તે આખ્યાત; ઉપસર્ગ ૨૦ છે અને તે નામ અને આખ્યાતની સાથે રહી અર્થના ઘાતક થાય છે; અને એથી ભિન્ન તે નિપાત (‘અને,” જો,’ તિ, વગેરે). એ પાદપૂરક પણ હોય છે.