________________
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ અર્થ શા છે અને પ્રત્યયના અર્થ શા છે તેને હવે વિચાર કરીએ. ધાતુમાત્રના બે અર્થ છે–ફળ અને વ્યાપાર અર્થાત્, કિયાનું ફળ અને ક્રિયા એ બે અર્થ ધાતુમાંથી નીકળે છે. એ અર્થોને આશ્રય એ પ્રત્યયને અર્થ છે. ફળને આશ્રય એટલે ફળ જેમાં રહ્યું છે તે, અર્થાત, કર્મ અને કિયાને આશ્રય એટલે ક્રિયા જેમાં રહી છે તે, અર્થાત્ , કર્યા. કર્તા કે કર્મ આ પ્રમાણે પ્રત્યયને અર્થ છે. ફળ અને વ્યાપાર એક આશ્રયમાં હોય છે ત્યારે ક્રિયાપદ અકર્મક છે અને ભિન્ન આશ્રયમાં હોય છે ત્યારે ક્રિયાપદ સકર્મક છે. “છોકરે ચેપડી વાંચે છે એમાં “વાંચ ધાતુ, વાંચવાની ક્રિયા, એ કિયાને આશ્રય, અને એ કિયાનું ફળ એટલે એ કિયા જેને લાગુ પડે છે તે છે. “વાંચે છે એ ક્રિયાપદ “વાંચ” ધાતુ અને “એ” પ્રત્યયનું તેમજ “છ” સાહાચ્યકારક ધાતુ અને તેના પરના “એ” પ્રત્યયનું બનેલું છે. તેમાં વાંચવું એ ધાતુનો અર્થ છે. પ્રત્યયને શું અર્થ છે? “વાંચે છે એ રૂપ કર્તાનું અભિધાન કરે છે કે કર્મનું? એ રૂપથી કર્તા ઉક્ત થાય છે, કર્મ થતું નથી. પ્રત્યય કર્તરિ છે, એટલે કર્તાના અર્થમાં છે; માટે ક્રિયાપદને કર્તરિ પ્રગ છે એમ કહેવાય છે. કર્તા એ પ્રત્યયને વાચ્યાર્થ હોવાથી ક્રિયાપદને કર્તવાચ્ય પણ કહે છે. અહિં કિયાને આશ્રય “છોકરે છે અને ફળને આશ્રય “ચાપડી છે. એ બંનેના આશ્રય ભિન્ન હોવાથી ક્રિયાપદ સકમેક છે. “છોકરો જાય છે” એમાં જવાની ક્રિયાને આશ્રય કરે છે અને જવાના ફળને પણ આશ્રય તેજ છે; માટે ક્રિયાપદ અકર્મક છે.
એક પ્રાચીન સંસ્કૃત કારિકામાં અકર્મક ક્રિયાપદની યાદી આપી છે, તે નીચે પ્રમાણે છે:--
વૃદ્ધિ, ક્ષય, ભય, કવિત, મરણ, લજજા, સત્તા, સ્થિતિ, જાગરણ, શયન, કીડા, રુચિ, અને દીપ્તિ–એવા અર્થના ધાતુ અકર્મક છે. આ યાદી સંપૂર્ણ છે એમ તે કહી શકાશે નહિ. પરંતુ એમાં આપેલા ધાતુ અકર્મક છે અને એ યાદીમાં ઘણું અકર્મક ધાતુને સમાવેશ થાય છે. પરંતુ એમાં પડ, બેસ, ઊઠ, ઊંઘ, “કુદ' અને એવા બીજા અકર્મક ધાતુને સમાવેશ થતો નથી,