________________
ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણકિયાવાચક, સંયુક્ત ૧૯ હોય એવી વસ્તુ માટે પણ શું કરે છે એ પ્રશ્ન પૂછીએ તે છે એવે ઉત્તર આવશે. પણ દરેક કિયા થાય છે ત્યારે વસ્તુસ્વરૂપ ધારણ તે કરે છે, અર્થાત, વિદ્યમાન છેજ, છતાં તે સ્થળે શું કરે છે એ પ્રશ્નનો ઉત્તર છે એમ કેમ નથી આવત? કારણ સ્પષ્ટ છે. ત્યાં વસ્તુની સ્થિતિ નિશ્ચિત હેવાથી તે વિષે પ્રશ્નનું તાત્પર્યજ નથી; તેથી પાકાદિ કરે છે એજ ઉત્તર ઈષ્ટ છે. “વાક્યપદીય’માં હરિએ પણ કહ્યું છે કે “આત્માને આત્મા વડે ધારણ કરે છે ત્યારે “છે એમ કહેવાય છે.”
ભાવવિકાર ભગવાન વાર્ષાયણિએ છ પ્રકારના ક્રિયાના વિકાર દર્શાવ્યા છે એમ ભાષ્યકાર કહે છે-“ઉત્પન્ન થાય છે, છે, વિપરિણામ પામે છે, વધે છે, અપક્ષય પામે છે, અને વિનાશ પામે છે. પદાર્થમાત્રના આ પ્રમાણે ઉત્તરોત્તર ભાવવિકાર થાય છે. દરેક ક્રિયા ઉપર દર્શાવ્યા પ્રમાણે પૂવોપર (કેમિક) અવયની બનેલી છે - અને આરંભથી તે સમાપ્તિપર્યન્ત એ અવયવો રહેલા છે. તેમાં જન્મ પામ-ઉત્પન્ન થવું, એ સર્વથી પહેલે ભાવવિકાર છે. ત્યાર પછી વિદ્યમાન થવું, એમ છએ ક્રિયાવિકા કમિક છે. દરેક વિકારમાં ત્યાર પછીને વિકાર હોય છે, તે પણ તે તેના અસ્તિત્વનું અભિધાન કરતો નથી તેમજ નિષેધ પણ કરતા નથી, કેમકે શબ્દમાત્રમાં એકજ અર્થ રહે છે. વસ્તુના સ્વરૂપને નિશ્ચય થયું નથી એવી અવસ્થામાં કંઈક ઉત્પન્ન થાય છે એમ અનુમાન ગમ્ય થાય છે. તે ઉત્પન્ન થાય છે તે અવસ્થામાં તેનું અસ્તિત્વ છે, તે પણ તેનું તે શષ્ટ અભિધાન કરતું નથી તેમજ પ્રતિષેધ પણ કરતું નથી. એજ પ્રમાણે દરેક ભાવને માટે સમજવાનું છે. ક્રિયામાત્ર આ છમાંથી કેઈ પણ વિકારમાં આવી શકે છે અને એ છથી અન્ય વિકાર નથીજ.
- ધાતુ અને પ્રત્યયન અર્થઅકર્મક અને સકર્મકક્રિયાપદ ધાતુ અને કાળ કે અર્થના પ્રત્યેનું બનેલું છે, તેમાં ધાતુના