________________
૧૯૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણુ
અને તેમાંથી થયાની સ્થિતિ સમજાય એવી વર્ણવી છે. રાંધે છે, ‘રાંધશે, અને ‘રાંધ્યું', એ ત્રણે રૂપાના વિચાર કરીએ તેા માલમ પડશે કે ‘રાંધે છે’ અને ‘રાંધશે’ એ સાધ્યરૂપ ક્રિયા છે અને ‘રાંધ્યું’ એ પણ સિદ્ધ ક્રિયા સાધ્ય રૂપમાં દર્શાવી છે. પાક,’ ‘ત્યાગ,’ ‘રાગ,’ એ શબ્દો સિદ્ધ ક્રિયા સિદ્ધ રૂપમાં દર્શાવે છે અને ભાવ કહેવાય છે. ભૂતકાળનું ક્રિયાપદ પણ ક્રિયા સિદ્ધ છે છતાં તેને સાધ્ય રૂપમાંજ દર્શાવે છે.
પૂર્વાપર અવયવ: ક્રિયાનું લક્ષણ-વળી ક્રિયામાં પૂર્વાપર અવયવા હાય છે એમ ભતૃહિર કહે છે. રાંધવાની ક્રિયાને વિચાર કરીશું તેા માલમ પડશે કે તે ક્રિયામાં પૂર્વાપર ક્રમિક અવયવ છે. ચૂલા પર મૂકવું, તાપ કરવેા, ફૂંક મારવી, વગેરે ક્રમિક અવયવે એ ક્રિયામાં છે અને તેના છેલ્લા અવયવ ચૂલા પરથી નીચે ઉતારવું એ છે. આ પ્રમાણે સાધ્વરૂપ કે સિદ્ધરૂપ વ્યાપાર જેને સાધ્ય તરીકે વર્ણવેલા હાય તે ક્રિયા છે. ક્રિયામાં ધણા અવયવ હાય છે, તેાપણુ તે બધાનું સંકલન કરી એકત્વબુદ્ધિથી તે એકજ છે એમ વિચારવાનું છે અને એ એકત્વબુદ્ધિને લીધેજ ક્રિયાને પ્રથમ અવયવ થાય છે (રાંધવાની ક્રિયામાં તપેલી ચૂલા પર મુકાય છે) ત્યારે પણ ક્રિયાના— ‘રાંધે છે' એમ ક્રિયાપદનેા-આપણે પ્રયાગ કરીએ છીએ,
દીક્ષિતનું ક્રિયાનું વિવરણ--ભટ્ટોજી દીક્ષિત શબ્દકૌસ્તુભ’ નામના ટીકાગ્રન્થમાં ‘ક્રિયા’ શબ્દના અર્થ ઘણા સરળ સમજાવે છે. કરે છે’ એવા જેનો અર્થ થાય તે ક્રિયા. દરેક ધાતુના અર્થ ‘શું કરે છે’ એમ પ્રશ્ન પૂછવાથી સમજી શકાય છે; જેમકે ‘રાંધે છે’ એના અર્થ ‘શું કરે છે’ એમ પૂછવાથી ‘પાક કરે છે’ એમ આવે છે. આ પ્રમાણે દરેક ધાતુના અર્થ ‘શું કરે છે’ એમ પૂછવાથી સમજાય છે. પણ અહિં એક શંકા ઉત્પન્ન થાય છે કે હાય છે’ એવા સત્તાવાચક ધાતુના અર્થ આવા પ્રશ્નથી શી રીતે સમજાય ? ‘છે,' વ્હાય છે,’ એટલે ‘સ્વરૂપ ધારણ કરે છે.’ કોઇ વસ્તુ નાશ પામવાની તૈયારીમાં