________________
ક્રિયાપદ સકર્મક, અકર્મક, અપૂર્ણયિાવાચક, સંયુક્ત ૨૦૧
સકર્મકને અકર્મક તરીકે પ્રયોગ–સકર્મક ક્રિયાપદને આપણે અકર્મક તરીકે ઈચ્છાનુસાર વાપરી શકીએ છીએ; જેમકે,
શું કરે છે? હું વાંચું છું--અહિં અપેક્ષા માત્ર કિયાજ જાણવાની છે, તેથી વિશેષ નથી. કર્મની અવિવેક્ષાથી ક્રિયાપદ અકર્મક છે.
હરિએ એક કારિકામાં કહ્યું છે કે ચાર સ્થિતિમાં ક્રિયાપદ અકર્મક બને છે–૧. ધાતુ અન્ય અર્થમાં હોય ત્યારે; જેમકે, “તે ભાર વહે છે” (સકર્મક); પરંતુ, નદી વહે છે” (રેલા તરીકે ચાલે છે, અકર્મક, અર્થ બદલાઈ ગયું છે); ૨. કર્મને અર્થ ધાતુના અર્થમાં સમાયે હોય ત્યારે; જેમકે, તે જીવે છે, અર્થાત્, પ્રાણ ધારણ કરે છે; ૩. કર્મ પ્રસિદ્ધ હોય ત્યારે; જેમકે, મેઘ વર્ષે છે, અર્થાત, જળ; અને ૪. વિવક્ષા ન હોય ત્યારે, જેમકે, “દીક્ષિત નથી આપતે, નથી યજતો, કે નથી હેમતે” અર્થાત્, દાન, યજ્ઞ, ને હોમની ક્રિયાના - અભાવનીજ વિવક્ષા , કર્મની વિવેક્ષા નથી.
અપૂર્ણકિયાવાચક–કેટલાંક અકર્મક તેમજ સકર્મક ક્રિયાપદમાંથી ક્રિયાને પૂરે અર્થ નીકળતું નથી તેની પછી કેટલાક શબ્દ આવે છે ત્યારે જ એ અર્થ પૂરે થાય છે. સકર્મક ક્રિયાપદેમાંથી તે કિયાને પૂરો અર્થ નીકળે છે, માત્ર ક્રિયા કેને લાગુ પડે છે, કિયાનું ફળ શેમાં રહેલું છે, તેની, એટલે કર્મની, અપેક્ષા રહે છે. પરંતુ આ ક્રિયાપદેમાંથી ક્રિયાનો અર્થ જ અધુરે છે એમ સમજાય છે. એવાં કેટલાંક સકર્મક ક્રિયાપદ પણ છે, તેમાં કર્મ આવ્યા છતાં ક્રિયાને અર્થ અધુરે રહે છે, કર્મ પૂરું ક્રિયાપુરક થતું નથી. આવાં ક્રિયાપદ અપૂર્ણકિયાવાચક કહેવાય છે.
દાખલા – તે છોકરે આગળ જતાં સારે નીવડશે. રાજાએ તેને અમાત્ય બનાવ્યા.