________________
૧૫૮
ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
થવું એ બધે સ્થળે અપાદાનનેાજ અર્થ છે. વુદ્ઘયા સંપ્રાપ્ય નિવૃત્તિ:મન વડે પુરુષ ત્યાં જઈ નિવૃત્ત થાય છે.
૨. હેતુવાચક-
ગરમીથી શરીર તપે છે (તૃતીયા પણ હેતુવાચક છે–ગરમીએ શરીર તપે છે.)
૩. અન્યાદિને ચેાગે-અન્ય, ભિન્ન, એવા અર્થના શબ્દને યેાગે પંચમી વપરાય છે.
આ તેથી (તેનાથી) ભિન્ન—અન્ય અનેરૂં પૃથક્ છે. ૪. મર્યાદાવાચક
તે મહીનાથી મારી પાસે આવ્યેા નથી.
૫. કર્તા ને કરણના અર્થમાં તૃતીયાના મુખ્ય અર્થમાં
પંચમી પણ વપરાય છે.
છેકરાથી પાઠ વંચાતા નથી
તે ચપ્પુથી શાક છીને છે.
ષષ્ઠી
--
શેષાથૅ-
કર્તુ, કર્મ, આદિ કારકથી અને પ્રાતિપત્તિકથી અન્ય અર્થ તે શેષ.
અહિં ‘મહાભાષ્ય'માં એવા પ્રશ્ન ઉઠાવ્યા છે કે તું આદિ ઉપર ગણાવ્યાં છે, તેથી ભિન્ન અર્થ જ નહિ. રાજાના પુરુષ' એને અર્થ એવા છે કે રાજા જેને વૃત્તિદાન આપે છે તે પુરુષ.' ‘વૃક્ષની શાખા' એમાં પણ વૃક્ષ એ શાખાનું અધિકરણ છે. ખરૂં જોતાં, સ્વત્વ (સ્વામિત્વ) ચાર પ્રકારથી થાય છે–વેચાણથી, અપહરણથી, યાચનાથી, તે વિનિમયથી. એ બધે સ્થળે કર્માદિની ઘટના કરી શકાય છે. આ શંકાના ઉત્તર સિદ્ધાન્તી એવા આપે છે કે એમ છે તેા કર્માદિની અવિવક્ષા તે શેષ. પણ વિદ્યમાન વસ્તુની અવિવક્ષા કેમ થાય? એનું સમાધાન કરે છે કે વિદ્યમાન પદાર્થની પણ અવિવક્ષા થાય છે. તે આ પ્રમાણે:-‘અલામિકા-લેામ (રૂાં) વગરની ધેઢી,' ‘અનુદરા કન્યા.' આમાં લેમ