________________
કરસ્ટીસાંસ્ય
પછ
૫. પ્રમાણુવાચક– ચાર જેમ આઠને છે, તેમ આઠ સેળને છે.
૩ની પેઠે આ પ્રયોગ પણ વાસ્તવિક રીતે ષષ્ટીને છે, સંબંધવાચક છે. ૬. કર્તાના અર્થમાં–
મારે આજ ગામ જવું છે.
તેને કાલ મુંબઈ જવું છે. મરાઠીમાં પણ કર્તા કેટલેક સ્થળે-
પાને ગે ને અન્યત્ર-ચતુથીમાં આવે છે –
तुला अवश्य गेले पाहिजे. 'वाणीला न वर्णवे बहुत रूप चांगले. अनंतकवि मला काम करवते.
मला मुंबइस जावयाचे आहे. પંચમી
૧. અપાદાનના અર્થમાં– તે ગામથી નીકળે છે બારીથી પડે છે. (બારીએથી–વધારે
પ્રત્યયો સાથે વાપરવાને પ્રચાર) પ્રત્યક્ષ છૂટા પડવાના અર્થમાંજ અપાદાન હોય છે એમ નહિ. બુદ્ધિથી પાસે જઈ ત્યાંથી પાછા ફરવું એ અર્થ જે ક્રિયાઓમાં રહ્યો હોય તેને વેગે પણ અવધિભૂત પદ અપાદાનજ છે. ભાષ્યકારે એ વાત ભાષ્યમાં બહુ સારી રીતે પ્રતિપાદન કરી છે.* - અધર્મથી કંટાળે છે. (અધર્મથી ઘણું હાનિ થશે એમ વિચારી તે રસ્તેથી પાછા ફરે છે.)
એટલેથી હું વિરમું છું.
–થી કંટાળવું, વિરમવું, બેદરકાર હોવું, બીવું, રક્ષવું, ચઢિયાતા થવું, ગ્લાનિ પામવી, અન્તર્ધાન થવું, વારવું, શીખવું, જન્મવું,
* મારે લેખ જુઓ; “શાળાપત્ર ૫. ૪૬, પૃ. ૪૨-૪૩.