________________
૧પ૬ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
આમાં “ચન્દ્રલેખાઈ” એ તૃતીયા “ચન્દ્રલેખાની સાથે એવા અર્થમાં છે. સંસ્કૃતની પેઠે “સ (સાથે) શબ્દના અર્થમાં “સ (સાથે) શબ્દ વગર તૃતીયા પ્રજાઈ છે.
ચતુર્થી– ૧. સંપ્રદાનના અર્થમાં– તેણે બ્રાહ્મણને ગાય આપી. મેં મિત્રને પત્ર લખ્ય, મેક. તેણે ધોબીને કપડાં આપ્યાં.
૨. શ્યર્થ ધાતુને ગે–ગમવું, “ચવું, “ફાવવું, વગેરેને યેગે ચતુથી વપરાય છે. મને તે ફળ રુચતું નથી–ગમતું નથી–ફાવતું નથી–અનુકૂળ
પડતું નથી–માફક નથી–ડીક લાગતું નથી. ૩. “દેવાદાર હેવું એવો અર્થના ક્રિયાપદને ગે--
હરિ ભક્તને દેવાદાર છે. પરંતુ પછી વધારે પ્રચલિત છે.
હરિ ભક્તને દેવાદાર છે–દેવાદાર-કરજદાર-ત્રણ છે. તેને છોકરાં નથી; શહેરને ફરતો કિલે છે –
આ સ્થળે સંબંધના અર્થમાં પછી છે. વ્યુત્પત્તિ પ્રમાણે ને એ ષષ્ઠી પર સપ્તમીના પ્રત્યયથી થયે છે.
સર્વને વશ-ઉચિત–આવાં વિશેષણને યોગે ચતુર્થી મરાઠીમાં પણ વપરાય છે.
हा तुमचा मुलीला योग्य वर आहे. ૪. તાદ –
તે રમવાને તૈયાર થાય છે. તે હવા ખાવા મહાબળેશ્વર જાય છે.