________________
કારકમીમાંસા
૧૫૫ તેણે શત્રુને બાણે હણ્ય. (ક્ત, કરણ) ૨. રીતિવાચક તૃતીયાતેણે બહુ પ્રેમે મારી આગતાસ્વાગતા કરી. તે નિયમે ઘરખર્ચ ચલાવે છે.
આ કરણવાચકજ તૃતીયા છે. કરણમાં એ અર્થ સમાયલે છે. સ્પષ્ટતાની ખાતર જુદી ગણના કરી છે.
૩. વિકરિ અંગવાચક– વિકારિ-અંગવાચક શબ્દ તૃતીયામાં આવે છે. આંખે કાણે કાને બહેરે; પગે લંગડે. ૪ ગમ્યમાન કિયાના કરણુર્થ– ગમ્યમાન કિયાના કરણવાચક શબ્દ તૃતીયામાં આવે છે.
નામે નરસિંહ ગેત્રે કાશ્યપ સ્વભાવે ઉગ્ર (“જણાય છે “સમજાય છે.” કિયા ગમ્યમાન છે, તેનાં એ કરણ છે.)
પ. હેતુવાચક–– તે બે રિબાય છે ટાઢે મરી જાય છે, તાપે તપી જાય છે. ૬. ફળવાચક–– તે મહીને પિતાને ગામ પહોચે છે. તેનું કાર્ય ઘણે વર્ષ સફળ થયું. ઘણે મારે પણ તેની મતલબ સધાઈ નહિ.
૭. “સ' (સાથે) ના અર્થને વેગે અને પરિસ્થિતિના અર્થમાં–
તે કે ચહેરે પાછા ગયે દુઃખને લીધે અણમીંચી આંખે વહાણું વાય છે. - ચન્દ્રલેખાઈ ચક્તિ થઈ સુંદરી, કાં પડિ આખડી આજ? શિહિલી કુણિ કરી?
ભાલણકાદમ્બરી, કડ૦૧૦