________________
કારકમીમાંસા
૧૪૯ અધિકરણ છે. એને અભિવ્યાપક અધિકરણ કહે છે, કેમકે બધા તલમાં તેલ વ્યાપેલું છે અને બધા દહિંમાં ઘી વ્યાપેલું છે.
ગૌણ અધિકરણના બે પ્રકાર છે –૧. ઔપલેષિક અને ૨. વૈષયિક.
તે સાદડી પર બેસે છે, એટલે તે સાદડીના એક ભાગ પર બેસે છે, તેને બેસવાથી બધી સાદડી રેકાતી નથી. ‘ઉપલેષ” એટલે થડે પ્રદેશ રાક, છેડા અવયવ સાથે સંબંધ. એવા સંબંધવાળું તે ઔપલેખિક
મેક્ષમાં તેની ઇચ્છા છે એટલે મોક્ષના વિષયમાં તેની ઇચ્છા છે. આ અધિકરણ વૈષયિક કહેવાય છે.
“ગંગામાં આહીરનું ઝુંપડું છે. આમાં “ગંગામાં એટલે ગંગાની પાસે, ગંગાને કિનારે. “ગંગાને સામીપિક (સમીપનું) અધિકરણ કહે છે. આ એ પ્રકાર વરરુચિઓ આપે છે.
વિભક્તિના અર્થ-વિભક્તિના અર્થ નીચે પ્રમાણે છે:-- પ્રથમા-- ૧. પ્રાતિપાદિકાળું –
નામનું મૂળ સ્વરૂપ તે પ્રાતિપદિક, એને અર્થ એટલે નામને અર્થ. અર્થાત, નામને જે અર્થ તેજ અર્થ પ્રથમા વિભક્તિને છે. સાર એ છે કે પ્રથમા વિભક્તિના પ્રત્યયથીનામના અર્થમાં કંઈ વધારે થતું નથી. મૂળ જે અર્થ હોય છે, તેજ અર્થ રહે છે. શબ્દને નિર્દેશ કે ઉચ્ચાર કરવાથી જે અર્થ નીકળે છે તેજ અર્થ રહે છે. આથી પ્રથમ વિભક્તિ નામાર્થે, નિર્દેશાર્થ, કે પ્રાતિપાદિકાર્થે વપરાઈ છે એમ કહેવાય છે.
અંગ્રેજીમાં Nominative caseમાં (નૉમિનેટિવ કેસમાં–પ્રથમ વિભક્તિમાં) Nominative” શબ્દનો અર્થ (Nomen-a name, લૅટિન નેમેન=નામ, પરથી) નામ દેનારી વિભક્તિ થાય છે. આ પ્રમાણે અંગ્રેજી ભાષા તથા દેશી ભાષાઓ વચ્ચે સામ્ય છે.