________________
૧૫૦ ગુજરાતી ભાષાનું બૃહદ્ વ્યાકરણ
પ્રથમ વિભક્તિવાળો શબ્દ કર્તરિ પ્રગમાં કર્તા હોય છે અને અભિહિત કર્યા હોય છે, માટે એને અભિહિત કર્તાના અર્થમાં પ્રથમા છે એમ કહી શકાય.
એજ પ્રમાણે કર્મણિ પ્રગમાં અભિહિત કર્મના અર્થમાં પ્રથમા આવે છે. અભિહિત કર્તાને અર્થ અને અભિહિત કર્મને અર્થ પ્રાતિપાદિકાર્થ જ છે, કેમકે કર્તા ને કર્મને અર્થ ક્રિયાપદે કહ્યો છે. પ્રથમ તો માત્ર પ્રાતિ પદિકાર્થમાં જ છે. ક્રિયાપદજ કત ને કર્મના અર્થનું અભિધાન કરે છે, એટલે ફરી એ અર્થ વિભક્તિના પ્રત્યય વડે કહેવાની જરૂર નથી એટલું જ નહિ, પણ કહીએ તે અયુક્ત જણાય; કારણ કે કહેવાયેલા અર્થવાળા શબ્દોને પુનઃ પ્રવેગ યુક્ત નથી. જે અર્થ કહેવાઈ ગયો છે તે ફરી કહેવાથી પુનરુક્તિ દેષ થાય. આ કારણથી ભગવાન્ પાણિનિએ પ્રથમ વિભક્તિને પ્રાતિપાદિકાર્થ કહ્યો છે, કર્નાર્થે પ્રથમ કહી નથી, તે કેવું શાસ્ત્રીય છે ને તેમાં કેવી ખુબી સમાયેલી છે. કર્તા અભિહિત છે, માટે અભિહિત કર્યાના અર્થમાં પ્રથમ વિભક્તિ છે એમ કહીએ તે તેમાં દેષ નથી, પણ એને અર્થ એજ થાય છે. ક્રિયાપદે જેને અર્થ કહ્યો છે એવા અભિહિત કર્તાના અર્થમાં પ્રથમા વિભક્તિ છે. બીજા શબ્દોમાં કહીએ તે કર્તાને અર્થ ક્રિયાપદે કહ્યો છે અને પ્રથમ વિભક્તિ શબ્દના મૂળ અર્થમાં કંઈ વધારે કરતી નથી, માત્ર નામાર્થ કે પ્રાતિપદિકર્થ એટલે જ એને અર્થ છે.
૨. સંબોધનાર્થ-સંબોધનના અર્થમાં પ્રથમ વિભક્તિ વપરાય છે. એક પ્રાચીન સંસ્કૃત પદ્યમાં નામનું એવું લક્ષણ આપ્યું છે કે જેમાં ભિન્ન ભિન્ન અર્થમાં આઠ વિભક્તિઓ પ્રત્યે જાય છે તેને વિદ્વાનો નામ કહે છે અને તે વચન અને લિંગના ભેદ પ્રમાણે ભિન્ન હોય છે. આ પ્રમાણે આઠ વિભક્તિ ગણેલી છે, પરંતુ તે પાણિનિના મતથી વિરુદ્ધ છે. સંબોધનાર્થે વાપરેલા શબ્દને અન્ય સ્વર સ્તુત છે એ લક્ષમાં રાખવું.