________________
વિભક્તિવિચાર
૧૩૩
મ-ડ્યુ હોત તો તમારી પાસેથી થતો ગયો).
હોત કાવો (અમારી પાસેથી થતો આવ્ય) ઉપલા દાખલા હેમચન્દ્રના પ્રાકૃત વ્યાકરણમાંના છે. એ રોતેલ ઉપરથી થયેલું હ્તુ' રૂપ પંચમીના અર્થમાં જૂની ગુજરાતીમાં મળે છે.
કાન્હ૦–માંથી– પાટણ હૂં, ખાન તેડાવું,” એમ બૅલઈ સુરતાણા ૨. ૭૮
(પાટણથી ). ત, તુ, ઘઉ, થકઉ, હુંતઉ-આ જૂના પ્રત્યયો છે. મુગ્ધ –માંથી તારા-તઉ; તારા-થઉ તારાથકઉ, તાર-હુતઉતારાથી વૃક્ષ-તઉ પાન પડઈ (વૃક્ષથી). દાન-તઉ-હંતઉ–થઉ–થકઉ=દાનથી જેહ-તી-હંતઉ-ઉ–થકઉ=જેથી
દેવાલા-તુ પાછી વલિઉ હૂતું (દેવળથી પાછો વળે હતે; ‘હા’ વર્ત- કુ. છે). નીચેનો ઉલ્લેખ હેમચન્દ્રના યોગશાસ્ત્રની છાયામાંથી ડૉ. ટેસિટોરિ આપે છે.
કર્મક્ષય આત્મજ્ઞાન હુંતી હુઈ (આત્મજ્ઞાનથી થાય છે). મરણ હુંતઉ રાખિઉ (મરણથી રાખે-બચાવ્યો).
| ( “ષષ્ટિશતક'માંથી) હિંદીમાં પંચમીના જૂના પ્રત્યય હૈ, તે, થી હતા. પંજાબમાં તે છે. સંસ્કૃત તત્ પરથી પ્રાકૃત દ્વારા તૈ' ને “તમે આવ્યા છે.
થીં, “થકઉ એ જૂના પ્રત્યય પરથી “થી, “થકી' આવ્યા છે. “થકેર, થકી, થક, એ વિકારી રૂપ છે. થઉ એવું જૂનું રૂપ છે તે થતઃ-પરથી આવી શકે છે. આ કારણથી “થીને “તર્દ પરથી વ્યુત્પન્ન કરવાને બદલે, એનું પૂર્વ રૂપ “થઉ હોવાને લીધે “થિત’ પરથી વ્યુત્પન્ન કરવું વધારે યુક્ત છે.* “હુત માંને હું લપાઈ “ મહાપ્રાણથી “તને “થુ થઈ “થઉ થઈ શકે છે એમ ડૉ. ટેસિટોરિ કહે છે. વળી “થી” એ સપ્તમ્યઃ વર્ત, કૃદ. “હતિઈ”નું
* * રા. કેશવલાલ હર્ષદરાય ધ્રુવ પ્રકાશિત ભાલણકૃત “કાદમ્બરી'નું ટિપ્પણ જુઓ, પૃ. ૧૫.