SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ અહોભાવ જાગ્યો. એક ખૂણામાં બેસી ગયો. ગુરુજીના નજરે પડયો. ગુરુના આદેશથી તેને અન્ય શિષ્યોએ સ્વીકારી લીધો. શરીરે બળવાન હતો, ભાગ્ય જાગ્યું હતું. આશ્રમનું અને અન્ય આશ્રમવાસીઓનું કામ કરે. રોજે ગુરુના દર્શનમાં પોતાને ધન્ય માને. શાસ્ત્રવાચના વખતે એક છેડે બેસી રહે. પાંચ વર્ષે એક દિવસ ગુરુ કહે બેટા ! આ ટોપલામાં પાણી ભરી લાવ. (તમે શું કરો ? ગુરુજીની ભૂલ થતી હશે ટોપલામાં પાણી ન રહે. ઘડો લઈને જાવને ?) પેલો તો નાચતોકૂદતો તળાવે પહોંચ્યો. ગુરુજીએ મને આ કામને પાત્ર માન્યો. આ ઉલ્લાસમાં જ્ઞાનવરણ ક્ષીણ થતું ગયું. તળાવે ત્રણ કલાક પાણી ભરવામાં ગાળ્યા. પાણી ટોપલામાં રહે નહિ. પણ એક ભાવ ગુરુઆજ્ઞા છે. ટોપલામાં પાણી ભરાશે. ગુરુ પ્રત્યેના ઉપકારક ભાવમાં જ્ઞાનાવરણ ક્ષીણ થતું ગયું. ત્રણ કલાકે ગુરુ તળાવકિનારે આવ્યા બૂમ પાડી. તે દોડતો અને રોતો આવ્યો. ‘હું પાત્ર નથી.’ પાણી ટોપલામાં ભરાતું નથી. અને ગુરુએ તેના માથે વાત્સલ્યપૂર્ણ હાથ મૂક્યો. ‘‘ઉઠ બેટા.’’ તારી સાધના પૂરી થઈ. આશ્રમમાં ગયો અને ગુરુએ કલમ-તાડપત્રી આપ્યાં. તે શિષ્ય શાસ્ત્ર લખવામાં, જ્ઞાન પચાવવામાં નિપુણ થયો. આણાએ તપ. વિકલ્પરહિત પરિશ્રમ. આજ્ઞાકારને ધડ પરથી શીશ કપાય તેમ અહંકારનો નાશ કરવાનું તપ હોય છે. વિનીત શિષ્ય જ આજ્ઞાપાલનમાં રહી શકે છે. તેના બદલામાં તેને નિજપદની પ્રાપ્તિ થાય છે. “સેવે સદ્ ગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પામે તે પરમાર્થને, નિજપદનો લે લક્ષ.'' - શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર, શ્રીમદ્ રાજચંદ્ર ૯૩
SR No.005927
Book TitleBhavantno Upay Samayik Yog
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherDarshanaben Dilipbhai Shah USA
Publication Year2015
Total Pages236
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy