________________
રર. સામાયિક ઃ આજ્ઞાપાલકનું ઔચિત્ય :
સામાયિક લીધું કે ઉચ્ચર્યું કયારે કહેવાય ? કરેમિભંતે સામાઈયું, હે ભગવન ! હું સામાયિક કરું છું, આપે દર્શાવેલા બોધ પ્રમાણે સાવધ પ્રવૃત્તિઓનો સામાયિકના સમય સુધી ત્યાગ કરું છું. આ આજ્ઞાપાલનનું ઔચિત્ય છે. અર્થાત્ સ્વ-પર હિતાર્થે જીવવું તે ઔચિત્ય છે. આજ્ઞાપાલક મુખ્યત્વે સિદ્ધાંતથી જિનાજ્ઞાનો ધારક છે. અને પ્રત્યક્ષ ગુરુઆજ્ઞાનો ધારક છે.
આણાએ ધમ્મો આણાએ તવો
આજ્ઞા એ ધર્મ અને આજ્ઞાએ જ તપ.'' આજ્ઞાનો અર્થ પરમપવિત્ર પુરુષોના પગલે ચાલવું. તેમણે જીવનનો જે રાહ બતાવ્યો તેમાં શ્રદ્ધાપૂર્વક, વિકલ્પરહિત ચાલવું, સમર્પિત થઈને રહેવું. આ નિશ્ચિંત સાધના છે.
શિષ્ય વિચારે કે ગુરુ જે દશામાં છે, તેનાથી હું ઘણી નીચી ભૂમિકાએ છું. છતાં મને કેટલું આપી રહ્યા છે ? અગર તો હું આ વિકટ માર્ગે ચાલવાનું સાહસ ક્યાંથી કરું ? આટલા જન્મોમાં કે આ જન્મમાં મેં મારી તાકાત પર શું મેળવ્યું ? પાંચ ડગલાં ચાલ્યો અહંકારે ત્રણ ડગલાં પાછો વાળ્યો, છતાં સદ્ગુરુના યોગે ચાલતો જ રહ્યો.
આજ્ઞાપાલનને શરીર કરતાં ભાવ સાથે વિશેષ સંબંધ છે. તમારી ઈચ્છાઓ કે આકાંક્ષા ત્યાં ગૌણ બને છે. કેવળ આજ્ઞાપાલનનો ઉત્સાહ એવો છે કે ગુરુની આજ્ઞા મળે કે શિષ્ય નાચતો-કૂદતો થઈ જાય.
કોઈ શિષ્યને આજ્ઞા મળી કે આશ્રમમાં રસોડું સંભાળવું. તે કંઈક શાસ્ત્રાભ્યાસી હતો, છતાં તેને વિકલ્પ ન ઊઠયો કે રસોડામાં શું સાધના કરવાની ? ઘરે શું ખોટા હતા ? ગુરુઆજ્ઞાનું બહુમાન હોય, કેવું કામ સોંપ્યું તેનો વિકલ્પ નહિ. પાંચ વર્ષ પૂરા પ્રેમથી રસોડું સંભાળ્યું. ગુરુ આજ્ઞાનું માહાત્મ્ય ધારણ કર્યું. ભવિષ્યમાં તે ઉત્તરાધિકારી તરીકે નિમાયો. આણાએ ધમ્મો - કર્તવ્યમાં છે.
એકવાર આશ્રમમાં એક જંગલવાસી યુવાન આવ્યો. અણપઢ હતો પણ આશ્રમના વાતાવરણથી પ્રભાવિત થયો. ગુરુ પ્રત્યે મનમાં
૯૨