________________
પાપસ્થાનકોનું મૂળ ૧૮મા પાપસ્થાનકમાં જણાવ્યું છે તે મિથ્યાત્વ જાય તો પેલાં ૧૭ પાપ પલાયન થાય છે.
મિથ્યાત્વ શલ્યઃ મિથ્યાત્વઃ વિપર્યાયબુદ્ધિ. વિપરીત વર્તન કે શ્રદ્ધાનું. જ્યાં સુખ નથી ત્યાં સુખનો ભાવ કરી તેમાં પ્રવૃત્ત થવું. પ્રભુના દર્શાવેલા માર્ગથી વિપરીત ચાલવું. આત્મા-પરમાત્મા પ્રત્યે અનાદર થવો. જગતના જીવો સાથે અસમાનભાવ રહેવો. એકાંત આગ્રહ કદાગ્રહને જ સાચું માનવું. આમ જીવ મિથ્યાભાવરૂપી દોષમાં ફસાયેલો છે. છતાં તેમાં દોષ માનતો નથી તે મિથ્યાત્વ શલ્ય છે. તેવી સર્વભાવોથી મુક્ત સામાયિક વ્રતનો આરાધક નિઃશલ્યો વતી છે. અને એ જ આ વ્રતનો મર્મ છે. સામાયિકનો આરાધક મિથ્યાત્વભાવથી મુક્ત છે. સત્નો આરાધક છે.
વ્રત પંચમગુણસ્થાનકનું અધિષ્ઠાન છે. બારવ્રત પૈકી સામાયિક એક વ્રત છે. વ્રતીનું જીવન આરંભ, સમારંભ કે પરિગ્રહથી સંક્ષિપ્ત બને છે. સંસારના પ્રકારો, પ્રસંગો, વ્યવહાર, વ્યાપાર ગૌણ બને છે, અલ્પ બને છે. ન છૂટકે તેવા પ્રકારોમાં પ્રવર્તે છે. અવ્રતની હાનિ તે જાણે છે. સર્વવિરતિનું માહાભ્ય સ્વીકારે છે. બંનેની મધ્યમાં છતાં, અહિત ત્યાજ્ય બને છે. હિત તરફનું પ્રયાણ દઢ બને છે. વ્રતનો મર્મ અહીં ચરિતાર્થ થાય છે. ચારિત્ર મુક્તિસુખનાં પાદ ચિહ્નથી તેનો ઉપયોગ નજરાય છે. પરિભ્રમણની નિવૃત્ત કેમ થાય તેને માટે એ ઝૂરે છે. માટે વ્રત એ જીવનું એક મહાન પરિબળ છે. કોઈ પણ જાતની અપેક્ષા આકાંક્ષા રહિત છે. તે શલ્ય-દોષરહિત નિર્મળ ચારિત્રનું નિર્માણ કરે છે.
સામાયિક એ આત્મા છે, તો આત્મા જ સ્વયં અનંત ગુણોનો ખજાનો છે. એ જ સંપત્તિ છે. રત્નત્રય વડે એ સંપત્તિ પ્રગટે છે. જમીનમાં દાટેલા ચરૂ જેવી છે. સંશોધનથી તે પ્રગટ થાય છે.
ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, સંયમ, તપ, સત્ય, ત્યાગ, આકિંચન્ય, બ્રહ્મચર્ય, આવા અનેક પ્રકારો વડે આ સંપત્તિ આત્મામાં સ્થાન ધરાવે છે.