________________
ચિકિત્સા કરાવો છો, તેમ આત્માની વર્ષે એકવાર કરાવી તો જુઓ. કોની પાસે જાણો છો ? સદ્ગુરુ - સંતો પાસે.
સંતો તમારા હિતનું હશે તેનો આચાર બતાવશે. અહિતનું હશે તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપશે. દોષ જોશે તો તે નીકળે તે માટે ઠપકો આપશે. જો તમને આવા સંત-જ્ઞાની મળી જાય તો ચરણ પકડી લેજો અને તમે સંત થઈ જાવ ત્યાં સુધી તેની આજ્ઞામાં રહેજો. કારણ આ શલ્ય છૂપા શત્રુ જેવા છે. વળી કંઈક મીઠાશ આપે છે. એટલે જીવ તેની મોહિનીમાં ફસાય છે.
વ્રતી કદાચ બહાર વ્રત પાળતો હોય પણ જો તેના અંતરમાં દોષ હશે તો ઘણા સમયના આદરેલ વ્રત પણ વ્યર્થ જવા સંભવ છે માટે નિઃશલ્યો વ્રતી થવું.
માયાશલ્ય : ચિત્તમાં કપટ અને બાહ્યાડંબરમાં નિર્દોષતાનો દેખાવ તે માયાશલ્ય, માયાશલ્ય રહિત, ચિત્તની સરળતા, મનની મીઠાશ, વાણીમાં મધુરતા, શરીરની ચેષ્ટા સૌમ્ય, અને મન નિષ્કપટ, એમ માયારહિત વ્રતી હોય છે. વ્રતીની ચર્યા નિર્દોષ હોવાથી એને કંઈ કરવામાં અને કહેવામાં ભેદ નથી. વિચાર અને આચારનો ભેદ નથી. વાણી અને વર્તનનો ભેદ નથી. એની કિતાબ ખુલ્લી છે, તેને કંઈ છુપાઈને કરવાનું નથી.
એ વ્રતી અનંત સંસારના સંક્ષેપની રીત જાણે છે. તેથી માયાના દોષથી દૂર રહેવા પ્રયત્ન કરે છે. તે તેના વ્રતનો મર્મ છે.
ઃ
નિદાનશલ્યથી મુક્ત વ્રતી : નિદાનશલ્ય એટલે ધર્મઅનુષ્ઠાન તપાદિના બદલામાં દુન્યવી સુખની લાલસા-માંગણી. વ્રતી બાહ્ય વ્રત તપાદિનો આરાધક છે. સાથે સાથે અંતરમાં ધન-વૈભવ કે અન્ય પ્રકારના સુખની આકાંક્ષાઓથી મુક્ત છે. પુણ્યયોગે એવો સંયોગ થાય તો પણ તેમાં એકતા થતી નથી. અને વ્રતાદિના બદલામાં કંઈ પણ પૌદ્ગલિક પદાર્થ મેળવવા ઈચ્છતો પણ નથી. દોષ, આસક્તિ કે બાહ્ય રિદ્ધિસિદ્ધિ મેળવવાના નિદાનથી મુક્ત છે.
મિથ્યાત્વ શલ્ય રહિત વ્રતી : અઢાર પાપસ્થાનકમાં ૧૭
૮૬