________________
| ૨૦. સામાયિકઃ મનુષ્ય જીવનની ઉત્ક્રાંતિનું શ્રેષ્ઠ સાધન
વચનો સાથી, દેહ
આ ઉત્ક્રાંતિનો અભિગમ આંતરિક છે. બહાર નથી. બહાર ઘણી પદ્ધતિથી ક્રાંતિ થઈ પણ તે શાંતિ-સુખ રહિત છે. એટલે માનવ પાસે સાધન સામગ્રી વધી અને શાંતિ ખોવાઈ ગઈ. સામાયિક એવું સાધન છે કે જ્યાં ઉત્ક્રાંતિ પછી શાંતિ છે. ભલે એ બહારમાં પ્રદર્શિત ન થતી હોય. વિરલ જીવો જ એના ચાહક હોય.
મનુષ્યપણું પામીને ધર્મ પ્રાપ્તિના યોગ-સંયોગ ત્યજીને જેટલો સમય આયુષ્યનો તેટલો સમય પરિવારાદિની ઉપાધિનો હોય તો આ મનુષ્યપણું મળ્યાનો કંઈ હેતુ નથી. નિરર્થકતામાં એક ભવનો ઉમેરો થશે. જીવને સફળતા માટે જે જે યોગ મળ્યા છે તેનો સદ્ધપયોગ કરીને વિશેષ નિવૃત્તિ મેળવી મિથ્થા પરિચય ત્યજી દેવા.
આ જીવનો જેટલો સમય સામાયિક અને પૌષધમાં પસાર થાય છે તેટલો જ સમય સફળ થયો માનવો. તે સિવાયનો સમય સંસાર-ફળની વૃદ્ધિ કરનારો માનવો.”
આપણે દેહ નથી, દેહમાં રહેનારા દેહી છે. અબજો વર્ષો અનેક યુગ (આરા) વ્યતીત થયા પછી આવો ઉત્તમ માનવ દેહ દીર્ઘકાળની ઉત્ક્રાંતિ પછી મળ્યો છે. તેને ઈન્દ્રિયોના વિષયોને હવાલે કેવી રીતે મુકાય? કષાયોના ઘરે ગીરો કેવી રીતે મુકાય? મિથ્યા માન્યતાના ભ્રમમાં ભ્રમિત કેમ થવાય? આ મનુષ્યદેહનો એક સમય પણ પૂર્ણતાની પ્રાપ્તિ જેટલો મૂલ્યવાન છે, પરંતુ જો તે નિરર્થક ગયો તો તેનું ફૂટી બદામ જેટલું પણ મૂલ્ય નથી. હે સુજ્ઞજનો તેનો ઉપયોગ કરી લો.
અવતાર માનવીનો ફરીને નહિ મળે અવસર ચૂકી ગયા પછી ફરીને નહિ મળે.” કહેવાય છે કે ભૌતિક વિજ્ઞાન ઘણું વિકાસ પામ્યું છે. ભલે, પણ હજાર વર્ષ થયા નવું હાડકું કે નવું લોહી શોધાયું નથી. માણસના શરીરની રચના એની એ જ છે. ત્યાર પછી મનની વાત લઈએ. લાખ વરસ પહેલાંનો માનવ કામ, ક્રોધ, લોભ, માયા, ઈર્ષા કે સ્વાર્થવાળો હોય! આજે વૈજ્ઞાનિક અને સાંસ્કૃતિકયુગમાં પણ માનવી એ કામાદિ