________________
અંતર્મુખ થવા માટે ચિંતનની ભૂમિકા છે. ચિંતન પણ છૂટી જ્યારે કેવળ ભાવાત્મક ભૂમિકા આવે છે ત્યારે અંતર્મુખતા આવે છે. પછી દેહ પર કે દેહને નામે જે બને છે તે તમને આકુળતા કે આકર્ષણ પેદા નહિ કરે.
“દેહદૃષ્ટિથી હું પરમાત્માનો સેવક છું.
ચૈતન્ય દૃષ્ટિથી હું આત્મા છું. આત્મદૃષ્ટિએ હું પરમાત્મ સ્વરૂપ છું.” માટે દેહને ભોગનું નહિ પણ યોગનું સાધન બનાવવું. સ્નેહનું નહિ પણ વૈરાગ્યનું સાધન બનાવવું.
અગર ચારગતિના પરિભ્રમણની તૈયારી રાખવી. દેહનો નેહ કોઈને પણ સુખદાયી બન્યો નથી કારણકે તે જન્મ, જરા, મૃત્યુ અને રોગ વડે પૂરો થાય છે.
| વર્ષાનું પાણી છીપમાં પડે મોતી બને. માનવના જીવનમાં | પ્રભુનાં વચન પડે, પરિણામ પામે તો તે અમૃત બને. પરંતુ સંસારી ! જીવ અનેક ઈચ્છાઓથી સંતપ્ત છે. અગ્નિની ઉષ્ણતામાં શીતળતાનો અનુભવ કેવી રીતે થાય? જ્યાં જીવ મનને આધીન આત્મા પણ ! મનને આધીન. શરીર અને મનની દોસ્તી છે, એટલે શરીરને ! - અસુખ પડે તેમ મન થવા ન દે.
અગ્નિ સાથે શરીર કામ કરે પણ દાઝે નહિ તે મનની કુશળતા I છે. વિષયના વિષનું પોષણ એ મન દ્વારા થાય. કષાયની કાલિમાં !
એ મન દ્વારા થાય એટલે જ્ઞાન સ્વરૂપ આત્મા હોવા છતાં ચોપડે ! | લાખ અને હાથમાં રાખ જેવી માનવજીવનની દશા છે. |
અરે ચપ્પ કાતર જેવા શસ્ત્રના યોગ્ય ઉપયોગની કુશળતા ! | મન પાસે છે, તેથી તો એ શસ્ત્રોનો ઉપયગો કર્યા છતાં આપણને !
રોજ ઘા પડતા નથી. તો પછી આ મન દ્વારા જીવને ક્રોધાદિથી | બચાવી શકાય કે નહિ? દુર્ગતિમાં પડતો બચાવી શકાય કે નહિ? |
દર