________________
દુર્ગાન કર્યું. જેમ જેમ ઈન્દ્રિયોની વૃદ્ધિ થઈ તેમ તેમ પાપોની પ્રવૃત્તિ વધી. કોઈ પુણ્યયોગે સમૃદ્ધિ મળી ત્યારે મોહથી ઘેરાઈ ગયો.
આમ અનંત ભવો થતાં ધર્મબુદ્ધિ જાગી નહિ! સર્વજ્ઞ વીતરાગને ઓળખ્યા નહિ. નિગ્રંથ ગુરુજનોનો સમાગમ કર્યો નહિ. દયારૂપ ધર્મને આચર્યો નહિ તેથી દુન્યવી દુઃખો પામ્યો, તેને સહન કર્યા. પણ તપાદિમાં કષ્ટ માની આરાધન ન કર્યું. ઘણી મહેનત કરી ધનાદિ મેળવ્યા, પરંતુ ભોગબુદ્ધિને કારણે દાનાદિ કરી ન શક્યો. શારીરિક વાસનાઓનો ભોગ બન્યો અને રોગને નોતર્યા પણ સંયમમાર્ગે ન વળ્યો.
મનુષ્યને એમ કહેવામાં આવે કે તું પશુ થાય તો ત્યાં ધર્મ-કર્મ નહિ, તપ તિતિક્ષા નહિ, સંયમ-નિયમ નહિ સ્વતંત્ર જીવન. જે ઈન્દ્રિયને જે સુખ મળે તે ભોગવવાનું કંઈ વિચાર નહિ કરવાનો. તો પણ મનુષ્ય પશુ થવા કેમ તૈયાર નથી? તેને પશુની પરતંત્રતા ખબર છે બુદ્ધિહીનતા ખબર છે, છતાં તે મનુષ્યપણાનો સઉપયોગ કરતો નથી. સદાચાર પામતો નથી એટલે મનુષ્ય છતાં જીવન તો પશુ જેવું કરી નાંખે છે. આ ત્રણે યોગો સામાયિકમાં દુઃખમુક્તિના નિમિત્ત બને છે. માટે કાલ કરે સો આજ કર. આજ કર સો અબઘડી કર. “શું કરું #તાં નથી કાંઈ ક્રતો, ધ્યાન પ્રભુનું હજી નથી ધરતો;
વાતો #તાં વેળા શુભ જાયે વહી રે.. રાત્રે રોજ વિચારો આજ માયા શું અહીં રે;”
સામાયિક શ્રાવક-સાધક-ગૃહસ્થ માટે અવશ્ય કરવા યોગ્ય કરણી છે, વ્રત છે, તપ છે, સંયમ છે, સામાયિકમાં શું નથી? માટે “બહૂ સો સામાઈયં કુક્કા” કહયું છે, પૂછવા જેવું નથી, અને છોડવા જેવું નથી. આદરવા જેવું ઉત્તમ કાર્ય, શ્રેષ્ઠ કાર્ય, કર્મ મુક્તિનું સાધન સામાયિક છે. | સામાયિકની પ્રક્રિયા, કાળ નિર્ગમનમાં તમે જે કંઈ કરો અંતર્મુખ થવા માટે છે. બહાર જવું હોય તો ઘણાં સાધન અને સમય જોઈએ. તમારે અંતરમાં જવું છે શું જોઈએ? સામાયિક કર્યા પછી સ્વાધ્યાય કર્યા પછી આનંદની સરવાણી ફૂટતી નથી? તો સામાયિક શરીરે કર્યું. સ્વાધ્યાય હોઠે કર્યો. તમે ક્યાં હતા?