________________
ચક્રવર્તીપદ, પુત્ર, પરિવાર, ઐશ્ચર્યનું વરદાન આપું.
બાળ નિચિકેતા પૂછે છે તે સર્વે અંતવાળા છે? અંતવાળા પદ પદાર્થો લઈને હું શું કરું? મારે અનંતની અખિલાઈને આંબવી છે, જે આત્મજ્ઞાનથી પ્રાપ્ત છે તેમ તમે કહો છો, તો પછી મારે કંઈ પણ અનિત્ય શા માટે ગ્રહણ કરવું? ચક્રવર્તીના સુખ પણ મર્યાદાવાળા છે ને ? માટે મારે તો મૃત્યુ જીતાય તેવું આત્મજ્ઞાન જોઈએ.
માટે શક્તિ છે તો સાધના કરી લો તે પછી જો અશક્તિ આવે તો સમતા સહજ બનશે. જીવનમાં શક્તિની જરૂર છે તેના કરતાં આત્મશાંતિની વધુ જરૂર છે. માટે શક્તિ પર વિશ્વાસ રાખવા કરતાં શાંતિની ઉપાસના કરો.
રાવણ-દુર્યોધનમાં શક્તિ ક્યાં ઓછી હતી? પણ સમવૃત્તિસંતોષના અભાવે રણમાં રગદોળાઈ ગયા. શક્તિ બાહ્ય નિમિત્તોનું કારણ બને છે, શાંતિ અંતરંગ અવસ્થા છે, શક્તિ વધારવા બહાર દોડવું પડે છે, શાંતિ માટે અંતરમાં છુપાઈ જવાનું છે. આવો બોધ જેને પરિણમે છે. તે પ્રાજ્ઞ છે. પ્રજ્ઞાનું અવતરણ સમતામાં થાય છે. તે સામાયિક દ્વારા પ્રાપ્ત થાય છે.
આયુ પૂર્ણ થતાં દેહ અગ્નિસંસ્કાર પામશે ત્યારે તને કંઈ તેમાં દેખવા, દાઝવાપણું નથી. પણ અત્યારે તું જો કષાયાદિથી સળગેલો છું તું આત્માથી અળગેલો રહેવાનો છે. જે આત્મામાં રાગ નથી માંગ નથી. બસ છે તો સમતા, પ્રશાંતવાહિતા, જે સામાયિક ધર્મથી સાધ્ય છે. પ્રાથમિક ભૂમિકાના સાધકને સૌ પ્રથમ માનસિક ક્રિયા, ધ્યાન કે ચિંતન જેવું સાધન ઉપયોગી ન થાય કારણ કે સામાન્ય રીતે જીવોનું મન ખૂબ ચંચળ હોય છે તેમાં કાયિક કે વાચિક ક્રિયાનો સંયમ ન હોય તો માનસિક ક્રિયા હિતાવહ થતી નથી, અને એળે જાય છે. કારણ કે ત્રણે યોગની મહદ્અંશે અશુદ્ધ પ્રવૃત્તિનો દીર્ઘકાળનો અભ્યાસ છે. તે કોઈ પ્રબળ ધર્મઅનુષ્ઠાન રહિતપણે વર્તવાથી છૂટે નહિ. કારણ કે પ્રત્યેક ગતિમાં ધર્મબુદ્ધિને અભાવે શરીર મળ્યું હિંસાદિમાં પ્રવર્તન કર્યું. વાણી મળી વ્યકત થવા જેવી ત્યારે તેમાં માયા, દંભ અને અસત્યને ભેળવી વાણીને લૂષિત કરી. મન મળ્યું તો અનેક પ્રકારનું નિરર્થક
૬૦