________________
સ્વયં બંધાતો આવ્યો છે, એ બંધનથી મુક્તિ પણ વિશ્વમાં સાધ્ય છે. આથી પ્રારંભમાં દુન્યવી દેશ્ય અને શ્રવણની સામે પારમેશ્વરી/અલૌકિક દેશ્ય અને શ્રવણ પ્રગટ થતાં આવ્યાં છે. તેના ધારક તીર્થંકર પરમાત્મા છે, જેમના દેહના દર્શનમાં પણ એવી અલૌકિકતા છે કે જીવ મુગ્ધ થઈ દુન્યવી રૂ૫/દ્રશ્યનું વિસ્મરણ કરી શકે છે. વળી તે રૂપને નિહાળીને તે પોતામાં રહેલા અરૂપી એવા આત્માના સ્વરૂપની પ્રાપ્તિનો જિજ્ઞાસુ બને છે.
તીર્થકરની દિવ્યવાણી/આત વચનનું શ્રવણ તેને બાહ્ય શબ્દાકારથી પાછો વાળે છે, અને અંતરના નાદને સાંભળતો કરે છે.
આ વસ્તુનાં બે પાસાં છે. દુન્યવી દશ્ય અને શબ્દથી જીવ રાગાદિ વડે બંધાય છે, અલૌકિક દૃશ્ય અને શ્રવણ પ્રથમ શુભરાગ પેદા કરે છે, પછી અદશ્યને દશ્ય બનાવે છે, અને અંતરનાદ વડે શબ્દાતીત અવસ્થાને પ્રાપ્ત કરી મુક્ત થાય છે.
જેમ રોગ છે તો તેનો ઉપાય શોધાય છે. તેમ આત્માને બંધન છે તો મુક્તિના સાધનનું પણ નિર્માણ થયેલું છે. તીર્થકરના દેશ્યથીરૂપથી આત્મા જાગૃત થાય છે. તીર્થકરના સ્મરણ વડે ચિત્તને સમાધિમાં લાવે છે. અર્થાત્ તીર્થકર નામકર્મના પુણ્યાતિશયો વિશ્વમાં સમવસરણાદિ અલૌકિક દૃશ્ય સર્જે છે, જે વિશ્વમાં સર્વ પ્રાણી માટે આકર્ષણ પેદા કરે છે. અને તેમની દિવ્યદેશનાના શ્રવણથી જીવો શાંતિ, પરમ સમાધિ પામે છે.
આવી અલૌકિકતાનું હાર્દ એ છે તે પરમપુરુષોએ સમસ્ત વિશ્વના જીવ પ્રત્યે કેવળ કલ્યાણ કામના કરી હતી. આત્માના એકએક પ્રદેશને તે ભાવનાથી ભરપૂર કર્યો હતો. તેથી કલ્યાણકારી, સહજ અને સર્વોચ્ચ પુણ્યના સ્વામી થઈ વિશ્વના જીવોને દુન્યવી દશ્ય અને શ્રાવ્યથી બચાવી શ્રેષ્ઠતાનાં દર્શન કરાવ્યાં. એવા પુણ્યાતિશયોના મૂળમાં સામાયિક છે. આવા મહિમાવાન તત્ત્વોની ઉપાસના કર્તવ્ય છે.
૫૩.