________________
ત્યારે જીવસૃષ્ટિનો એક પણ જીવ એ પ્રેમતત્ત્વમાંથી બાદ રહેતો નથી. જેને સામાયિક આત્મસ્વરૂપે લાધ્યું છે તેને જ્ઞાન અને પ્રેમ અભેદપણે હોય છે.
સામાયિક દ્રવ્ય અને ભાવથી વિચારીએ તો બાહ્ય વિધિ આદિ સહિત દ્રવ્ય સામાયિક છે. શ્રુત સામાયિક દ્રવ્ય સામાયિક છે. ભાવશુદ્ધિ, સમતારૂ૫ અધ્યવસાય, આત્મા સાથે ઉપયોગનું ઐક્ય, તે ભાવ સામાયિક છે. તે ભલે ભૂમિકા પ્રમાણે હોય. પરંતુ ભાવ સામાયિક સાધ્ય છે. એનો અર્થ એવો ન કરવો કે ભાવ શુદ્ધ થશે પછી સામાયિક કરીશું. સામાયિક સાત્ત્વિક જીવનનું અંગ છે.
કાચ એ કાચ છે. હીરો પણ કાચ છે. બંને પૃથ્વીતત્ત્વ છે. કટ ગ્લાસ જેવો કાચ કાચ જ કહેવાય છે. હીરો કદાચ જરા દોષયુક્ત હોય તો પણ કાચ કરતાં તેની કિંમત વધુ રહેવાની. સામાયિક દોષ રહિત હોવું જ જોઈએ પરંતુ સાવધપાપની પ્રવૃત્તિ કરતાં, ભલે થોડા પ્રમાદ સહિત તે ક્રિયા થાય તો પણ સાવધપાપની નિવૃત્તિ હિતકારી છે. વળી પ્રમાદ મુક્ત થવા પ્રયત્ન કરવો જરૂરી છે. માટે સામાયિક કરવું જરૂરી છે. કારણ કે તે મુક્તિનું સોપાન છે.
મુક્તિમાર્ગના ચાર અંગ સમ્યગુ શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર અને ધ્યાન,
સમ્યમ્ દર્શન-શ્રદ્ધાની શુદ્ધિ માટે જિનભક્તિ પૂજન, વંદન, નમન છે.
સમ્યગુજ્ઞાન માટે સલ્ફાસ્ત્રનું અધ્યયન, શ્રવણ છે. સમ્યગું ચારિત્ર માટે વ્રત, નિયમ, સંયમ, અહિંસા આદિ છે.
સમ્યગુધ્યાન માટે અનશનથી માંડીને કાયોત્સર્ગ સુધીના સઘળા તપ છે. આ ચારે અંગની અખંડ સાધના કર્મક્ષય કરે છે. ત્યારે જીવ અનંત ચતુષ્ટયને પામે છે.
સમ્યગ શ્રધ્ધા રહિત જ્ઞાન સમ્યગુ બનતું નથી. જ્ઞાન વગર ચારિત્રનું નિર્માણ થતું નથી. ચારિત્રહીન સમ્યગું ધ્યાન પામતો નથી. આ ચારે અંગમાંથી કોઈ એકની અવગણના એ વિરાધના છે. આ અરેના સુમેળથી ચારેની સંપૂર્ણ સિદ્ધિ સિદ્ધપદને પ્રગટ કરે છે.
૫૧